તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા
ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર

નવી દિલ્હી :રોજિંદી રસોઈમાં શાકભાજી, દાળ, ફરસાણ કે સલાડનો સ્વાદ અને સુગંધ વધારતી કોથમરી બજારમાંથી લાવ્યા બાદ થોડા જ દિવસોમાં પીળી પડી જાય છે અથવા ગળીને કાળી પડી જાય છે, જેના કારણે ગૃહિણીઓ અને રસોઈ બનાવનારાઓની ઊંઘ હરામ થઈ જાય છે. પરંતુ હવે બજારમાંથી લાવેલી કોથમરીને અઠવાડિયા સુધી લીલીછમ અને તાજી રાખવાની સાચી રીત સામે આવતા રસોડામાં થતો બગાડ અટકવાની આશાથી ભારે રાહત અને ચકચાર મચી ગઈ છે.
કોથમરીને લાંબા સમય સુધી ફ્રેશ રાખવાની આ એક સરળ રીત છે. સૌપ્રથમ કોથમરીમાંથી ખરાબ અને પીળા પડી ગયેલા પાન અલગ કરી લો. ત્યારબાદ તેને બરાબર સુકવી લો અને એક સ્વચ્છ પેપર ટૉવેલમાં હળવા હાથે વીંટાળી દો. આ પછી તેને એરટાઈટ ડબ્બા અથવા ઝિપ લૉક બેગમાં મૂકીને ફ્રિજમાં સ્ટોર કરો. પેપર ટૉવેલ વધારાનો ભેજ શોષી લે છે, જેનાથી પાન જલ્દી ખરાબ થતા નથી.
ફ્રિજમાં કોથમરીને ખુલ્લી રાખવાથી તેના પાન જલ્દી કરમાઈ શકે છે, તેથી તેને એરટાઈટ ડબ્બામાં રાખવું વધુ સારું રહે છે. આ માટે સૌથી પહેલા ખરાબ પાન દૂર કરો. ત્યારબાદ ડબ્બાના તળિયે એક સૂકો પેપર ટૉવેલ પાથરો અને તેની ઉપર કોથમરી મૂકો. ઉપરથી પણ બીજો પેપર ટૉવેલ મૂકીને ડબ્બાનું ઢાંકણ બંધ કરી દો. આ ડબ્બાને ફ્રિજના વેજિટેબલ સેક્શનમાં રાખો અને સમયાંતરે તપાસતા રહો કે કોઈ પાન ખરાબ થાય તો તેને તરત કાઢી લો.
જો તમે ઈચ્છતા હો કે કોથમરીના પાન લાંબા સમય સુધી એકદમ તાજા દેખાય, તો પાણીવાળી રીત અપનાવી શકાય. આ માટે કોથમરીના મૂળ કે દાંડીનો નીચેનો ભાગ થોડો કાપી લો. હવે એક ગ્લાસમાં થોડું પાણી ભરો અને તેમાં ધાણાની દાંડીઓને ઊભી રાખો. ધ્યાન રાખો કે પાણીમાં માત્ર દાંડીનો નીચેનો ભાગ જ ડૂબેલો હોવો જોઈએ, પાન પાણીમાં ન આવવા જોઈએ. આ ગ્લાસને ફ્રિજમાં મૂકો અને દર એકાદ-બે દિવસે પાણી બદલતા રહો તેમજ ગ્લાસ સાફ રાખો.
ઘણા લોકો બજારથી કોથમરી લાવ્યા બાદ તરત જ ધોઈને ફ્રિજમાં મૂકી દે છે, પરંતુ પાન પર પાણી ચોંટેલું રહે તો ભેજ વધી જાય છે અને તે જલ્દી બગડી જાય છે. તેથી કોથમરી ધોયા બાદ થોડીવાર ચારણીમાં રહેવા દો અને પછી સુતરાઉ કપડા કે પેપર ટૉવેલથી પાણી બરાબર સુકવી લો. પાન સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારબાદ જ ફ્રિજમાં સ્ટોર કરો.
જો તમે વધુ પ્રમાણમાં કોથમરી ખરીદી લીધી હોય અને રોજ તેનો ઉપયોગ ન થતો હોય, તો તમે તેને ફ્રીઝરમાં પણ સાચવી શકો છો. આ માટે કોથમરીને સરસ રીતે ધોઈને એકદમ સુકવી લો. ત્યારબાદ તેના પાન ઝીણા સમારી લો અને થોડા-થોડા ભાગમાં આઈસ ક્યુબ ટ્રે અથવા ફ્રીઝર-સેફ ડબ્બામાં ભરી દો. ઈચ્છો તો તેમાં થોડું પાણી નાખીને ક્યુબ્સ પણ જમાવી શકો છો. જ્યારે પણ દાળ કે શાકમાં નાખવું હોય, ત્યારે જરૂર મુજબ એક ક્યુબ કાઢીને વાપરી શકાય છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
