<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઘેરાવ કર્યો

પાર્ટીના ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ એસપી શરમ કરો, શરમ કરો..ના નારા લગાવ્યા

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઘેરાવ કર્યો હતો. ઈડીના નકલી અધિકારી બનેલ આરોપી, ઠગાઈના રુપિયા આમ આદમી પાર્ટીમાં વાપરતો હોવાના કચ્છ પોલીસના નિવેદન સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો રોષે ભરાયા છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ એસપી શરમ કરો, શરમ કરો..ના નારા લગાવ્યા હતા

(5:49 PM IST)