તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
રાજ્યભરમાં ખર્ચ વસૂલાઈ જાય છતાં પણ ટોલનાકા ચાલુ રહે છે!!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૬: ઉદાહરણ જોઈએ તો અમદાવાદ વડોદરા હાઈવે જે સૌ પ્રથમ ભારતનો એકસપ્રેસ હાઈવે બન્યો, તેનો ખર્ચ ર૧રપ કરોડ થયેલો તેની સામે અત્યાર સુધીમાં ૪૯૦૭ કરોડ ઉઘરાવાયા છે. વડોદરા તટુય ફોળ રોડ ૧૭૦૮ કરોડનો બન્યો ટોલની વસુલાત ૪૪૯પ કરોડની થઈ, ભરૂચ સુરત રોડ ૧પ૮૯ કરોડનો બન્યો ૩૧૪૦ ટોલ વસુલાયો, સુરત વાપી ૧૬૯૩ કરોડનો ખર્ચ વસુલાત ૧૯પ૬ કરોડ, સુરત હજીરા ટોલ રોડ ૧પ૦૯ કરોડ ખર્ચ આવક ૧૬૭૪ કરોડ, ગોધરાથી એમ.પી. બોર્ડર ૧૮૬ કરોડનો ખર્ચ અને ટોલ ટેકસ આવક ૧૦૪૦ કરોડ, કચ્છનો સામખીયાળી ટોલ રોડ ૮૦પ કરોડ ટોલ ટેકસ આવક ૧૦૩૪ કરોડ, ગાડા માટે સામખીયાળી રોડ ૩૩૮ રોડના ખર્ચ સામે ૧૮૮ કરોડ ૧૧૦૬૧ કરોડના ખર્ચ સામે ૧૯૪૮પ કરોડની થઈ છે. છતાં હજુ ટોલરોડ ચાલુ છે અને ઉઘરાણી ચાલુ જ છે. રાજ્ય સરકાર લોકોની સુવિધા માટે બનાવે છે કે ધંધા આવક કે કમાણી માટે તે પણ મોટો પ્રશ્ન છે.
સરકારની યોજના મુજબ ટોલરોડનો પંપ કંપની ઉભો કરે તે પછી અમુક સમય પછી તે રોડ ટોલ મુકત થઈ જાય પણ વર્ષો સુધી ટેકસ વસુલાતા પછી પણ ગુજરાતના અનેક ટોલરોડ પટમાં ટેકસ હજી ચાલુ છે. લોકોમાં કરાર કરાય છે કે સરકારની યોજના બનાવો ચલાવો સોંપીદે નહીં પણ બનાવો અને ‘આનુવન' ચલાવો તેમ હોવું જોઈએ તેવો કરાર પણ થાય છે. ટોલનાકા, સોમનાથથી ઉના ત્રણ ટોલનાકા, મુંબઈ રોડ પર ટોલનાકાના ઢગલા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
ત્રીજા વર્ષે ધાબળા વિતરણ
ખંભાળીયા શહેરમાં હાડ થીજવતી કડકડતી ઠંડીની સ્થિતીમાં રેલ્વે સેનાન, બસ સેનાન તથા ફૂટપાથ પર રહેતા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની માટે અમેઝીંગ દ્વારકાના ટ્રસ્ટ અમેઝીંગ દ્વારકા ફાઉન્ડેશન દ્વારા સતત ત્રીજા વર્ષે પણ જરૂરીયાતમંદ લોકોને ઘાબળા વિતરણ વિના મૂલ્યે કરીને ગરીબોને હૂંફ આપવાનું કાર્ય કર્યુ છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
