તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
પોરબંદરના અદ્યતન એરપોર્ટનો રન-વે વધારવાનું મંજુર છતાં લાંબા સમયથી કામ શરૂ કરાતું નથી
ટૂંકા રન-વેના બહાના આપીને ર વર્ષથી એરપોર્ટ બંધઃ મુંબઇ, દિલ્હી, અમદાવાદની ફલાઇટો ચાલુ કરવા માત્ર આશ્વાસનો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૪: સેમી ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધા ધરાવતું અદ્યતન એરપોર્ટ ર વર્ષથી બંધ છે. આ બંધ એરપોર્ટને પુનઃ ચાલું કરવા થતી રજુઆતો બાદ એરપોર્ટનો રન-વે ટૂંકો હોવાનું બહાનું અપાય છે.
એરપોર્ટનો રન-વે વધારવાનું કામ લાંબા સમયથી મંજુર થઇ ગયું છે પરંતુ ગમે તે કારણથી આ રન-વે વધારવાનું કામ શરૂ કરવામાં આવતું નથી. એરપોર્ટ ઉપરથી મુંબઇ, અમદાવાદ, દિલ્હીની ફલાઇટ પુનઃ ચાલુ કરવા માત્ર આશ્વાસનો અપાય છે. એરપોર્ટ માટે મુસાફરોનો પુરતો ટ્રાફિક છે છતાં આ એરપોર્ટ ચાલુ થઇ શકતું નથી. એરપોર્ટનો રન-વે વધારવાનું કામ શરૂ કરાવવા માટે કોઇ રસ લેતું નથી. પોરબંદરમાં દેશી રજવાડાના સમયથી વિમાની સેવા ચાલુ હતી. આજે પોરબંદર વિમાની સેવાની ખોટ અનુભવી રહ્યું છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
