<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

દાણીલીમડા વિસ્તારમાં SOG ક્રાઈમ બ્રાન્ચ પોલીસે નશાકારક કપ સીરપની 101 બોટલ જથ્થો ઝડપ્યો

SOG ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ફિરદોસ મસ્જિદ પાસે રહેતા આરોપી નાસિર શેખના ઘરે દરોડો પાડી સંતાડેલી નશાકારક કપ સીરપની 101 બોટલ જથ્થો જપ્ત કર્યો

અમદાવાદ :SOG પોલીસને બાતમી મળી હતી કે દાણીલીમડા વિસ્તારમાં એક ઈસમ પોતાના ઘરમાં નશા કારક કફ સીરપ બિનઅધિકૃત વેચાણ કરવા લાવે છે. જેથી બાતમીના આધારે SOG ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ફિરદોસ મસ્જિદ પાસે રહેતા આરોપી નાસિર શેખના ઘરે દરોડો પાડી તપાસ કરતા સંતાડેલી નશાકારક કપ સીરપની 101 બોટલ જથ્થો ઝડપાયો હતો.

આ દરોડામાં SOG ક્રાઈમ પોલીસે  નશાકારક કફ સીરપ ની 101 બોટલ કિંમત રૂ.22000ની કિંમતનો જથ્થો ઝડપી પાડી બાદ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માં આવશે.હાલ SOG ક્રાઈમ પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધીને તપાસ  હાથ ધરી છે.

 

(10:09 PM IST)