<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

પોલિસ કમિશ્રર બ્રજેશ ઝાની ઉપસ્‍થિતીમાં ઓમનીટેક નાઇટ હાફ મેરેથોન ૨.૦ ના ટી-શર્ટ અને મેડલ અનાવરણ સમારોહ યોજાયો

રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલ્‍બ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આયોજીત નાઇટ હાફ મેરેથોન ૨.૦ અંતર્ગત મેરેથોન પ્રિ-ઈવેન્‍ટ સેરેમનીના ભાગરૂપે બુટ કેમ્‍પ, તાલિમ શિબિર અને ફ્‌લેશ મોબના આયોજન કરાયા

રાજકોટ, તા. ૧૬:  રાજકોટ રનર્સ એસોસીએશન અને રોટરી કલ્‍બ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુકત ઉપક્રમે રાજકોટમાં યુવાધનને સ્‍વાસ્‍થ્‍ય અને હેલ્‍ધી લાઈફ સ્‍ટાઈલ પ્રત્‍યે જાગળત કરવા, તેમજ સમાજીક અને પર્યાવરણ સંરક્ષણની બાબતો અંગે પ્રોત્‍સાહીત કરવાના ઉમદા ઉદ્દેશ સાથે તા. ૨૮ ડિસેમ્‍બર ૨૦૨૪ શનિવારના રોજ રાજકોટમાં નાઇટ હાફ મેરેથોન ૨.૦ નું ભવ્‍ય આયોજન રાજકોટ મહાનગરપાલીકા અને રાજકોટ પોલીસના સહયોગથી થવા જઈ રહ્યું છે. ત્‍યારે આ મેરેથોનમાં ભાગ લેવા જઈ રહેલા દોડવીરોને પહેરવાના ટી-શર્ટ અને વિજેતાઓને એનાયત કરવામાં આવનાર મેડલ્‍સનો અનાવરણ સમારોહ રાજકોટ પોલિસ કમિ‘ર શ્રી બ્રિજેશ ઝા ની ઉપસ્‍થિતીમાં તાજેતરમાં રોટરી ગ્રેટર ભવન ખાતે આયોજીત કરવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત યુવાઓને આ મેરેથોન સાથે જોડવા મારવાડી યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ દ્વારા ફ્‌લેશ મોબ અટલ સરોવર અને બાલભવન ખાતે પર્ફોર્મ કરી લોકોમાં કુતુહલ સાથે મેરેથોન પ્રત્‍યે આકર્ષણ ઉત્‍પન્ન કરવામાં સફળ રહ્યા હતા.

આ ટી-શર્ટ અને મેડલ અનાવરણ સમારોહમાં રનર્સ એસોસીએશન અને રોટરી કલબના આયોજકો દ્વારા રાજકોટ મહાનગરપાલીકા અને રાજકોટ પોલીસનો નાઈટ મેરેથોનના આયોજનમાં જરુરી તમામ સહકાર બદલ આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં ટાઇટલ સ્‍પોન્‍સર ઓમનિટેક એન્‍જીનિયરીંગ પ્રા. લી. અને પ્‍લેટીનમ સ્‍પોન્‍સર જી. એમ. એન્‍જીનિયરીંગ પ્રા. લી. સાઇરન્‍સ ફીટનેસ ફોર ઓલ કંપની, હેલ્‍થ પાર્ટનર સીનર્જી હોસ્‍પિટલ, આઇ.એમ.એ. રાજકોટ, ખોડલધામ ટ્રસ્‍ટ, યુથ પાર્ટનર મારવાડી યુનિવર્સિટી, હાઇડ્રેશન પાર્ટનર દાવત બેવરેજીસ, ટેક પાર્ટનર સ્‍પિયર રેઇસ, રિકવરી પાર્ટનર રીઃફીટ, એસોસીએટ પાર્ટનર સનરાઇઝ કસ્‍ટમ એન્‍ડ ફ્રાઇટ, મોબીલીટી પાર્ટનર જય ગણેશ ટોયોટા, આઉટ ડોર પાર્ટનર મહાવીર આઉટડોર મિડિયા અને રેડિયો પાર્ટનર રેડ એફ.એમ. ના સભ્‍યોનો રાજકોટ રનર્સ એસોસીએશન અને રોટરી કલ્‍બ ઓફ રાજકોટ ગ્રેટરના હોદ્દેદારોએ મોમેન્‍ટો આપીને સન્‍માનિત કર્યા હતા.

તાજેતરમાં, નાઈટ મેરેથોનની પ્રિ-ઈવેન્‍ટ સેરેમનીના ભાગરુપે યોજાયેલ બુટ કેમ્‍પમાં રાજકોટની ઓમનીટેક નાઇટ હાફ મેરેથોનના રેસ ડિરેકટર અને અસંખ્‍ય ઇન્‍ટરનેશનલ મેરેથોનમાં ભાગ લેવાનો અને આયોજનનો બહોળો અનુભવ ધરાવતા એકસપર્ટ રાહુલ શર્મા એ મેરેથોનમાં ધ્‍યાનમાં રાખવાની બાબતો, ટીપ્‍સ અને ટેકનીકસનું પ્રશિક્ષણ આપ્‍યું હતું. આ સેશન બાદ ઝેન મેડી દ્વારા ઝુમ્‍બા સેશન લેવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પમાં વોર્મ અપ એક્‍સરસાઈઝ સાથે કોર સ્‍ટ્રેન્‍થેનિંગ એક્‍સરસાઇઝ અને કૂલ ડાઉન કેવી રીતે કરવું તે શીખવ્‍યું હતું. આ સેશનમાં ૨૨૫ થી વધુ સ્‍પર્ધકો ખુબ ઉત્‍સાહ અને જોશ સાથે જોડાયા હતા. ત્‍યારબાદ રિફિટ ફિઝિયોથેરપી સેન્‍ટર દ્વારા આવેલ લોકોનું હેલ્‍થ ચેક અપ કરવામાં આવ્‍યું હતું. આ તમામ નિઃશુલ્‍ક સત્રોમાં સહભાગીઓ સાથે રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલ્‍બ ઓફ રાજકોટ ગ્રેટરના સભ્‍યોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.

 આ નાઈટ મેરેથોનને લઈને યુવાઓમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં મારવાડી કોલેજના મેનેજમેન્‍ટ અને આઈ.ટીના વિદ્યાર્થીઓ દ્વારા ‘સે નો ટુ ડ્રગ્‍સ' અને ફિટનેસને પ્રોત્‍સાહિત કરવા જાગળકતા પ્રેરક સંદેશ આપતા ગીતો સાથે ફલેશ મોબના આયોજન અટલ સરોવર અને રેસકોર્ષ સ્‍થિત બાલભવન ખાતે કરવામાં આવ્‍યા હતા. તણાવ અને ચિંતાને દૂર રાખવા માટે શક્‍તિશાળી માધ્‍યમ એવા સંગીત અને નળત્‍ય દ્વારા બોલીવુડના જોમ અને જોશથી ભરપુર લગાન, ભાગ મિલખા ભાગ જેવા ફિલ્‍મોના ગીતો ઙ્કેરક સંદેશાઓ સાથે ફ્‌લેશ મોબના માધ્‍યમથી ગ્રુપ ડાન્‍સ થકી રજુ કર્યા હતા. આ ફ્‌લેશ મોબના પર્ફેર્મન્‍સથી ઉપસ્‍થીત શહેરીજનોમાં કુતુહલ અને મેરેથોન ઇવેન્‍ટમાં જોડાવા માટે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

વધુમાં વધુ લોકો આ નાઈટ હાફ મેરેથોનમાં જોડાય તેવી આયોજકોની અપીલ છે. આ ઇવેન્‍ટ બાબતે વધુ વિગતો www rajkotrunners.com વેબસાઈટ તથા સંપર્ક નંબર ૮૭૬૮૭૬૯૭૯૭ ઉપર સવારે ૧૦ થી સાંજે ૦૬ સમય દરમિયાન સંપર્ક કરી શકાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટા મેરેથોનમાં ભાગ લેવા ૨૦ રાજ્‍યો અને ૧૮૩ શહેરોમાંથી સ્‍પર્ધકોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે, જે આ મેરેથોનની લોકપ્રિયતા અને તેનું સ્‍તર સુચવે છે. આ નાઇટ હાફ મેરેથોનના અયોજનને સફળ બનાવવા રાજકોટ રનર્સ એસોસીએશનના પ્રમુખ ડો.અજીતસિંહ વાઢેર, ઉપઙ્ઘમુખ ડો. દેવેન્‍દ્ર રાખોલીયા, મંત્રી ડો. દિપ્તિ મહેતા, સહ-મંત્રી શ્રી રવિ ગણાત્રા, શ્રી શૈલેષભાઈ ગોટી, શ્રી સનતભાઈ માખેચા, પ્રોજેક્‍ટ ચેરમેન શ્રી પુનિતભાઈ કોટક, રોટરી કલ્‍બ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડન્‍ટ શ્રી જયદિપભાઈ વાઢેર, સેક્રેટરી શ્રી આશિષભાઈ જોષી, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પૂર્વ પ્રમુખ શ્રી દિપેનભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ શ્રી મેહુલભાઈ નથવાણી સહીતના તમામ હોદ્દેદારોના માર્ગદર્શનમાં રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સભ્‍યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(4:24 PM IST)