<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

રિટાયર થઈ જાવ અને લંડનમાં રહો:કોહલી બ્રિસ્બેનમાં ફેલ થતા યુઝર્સે કર્યા ટ્રોલ :ક્રિકેટ છોડવાની આપી સલાહ

-વિરાટ કોહલી ફરી ફેન્સના નિશાના પર :તે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થયો

મુંબઈ :ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસેથી બ્રિસ્બેનમાં સારા પ્રદર્શનની આશા હતી. જોકે આ દિગ્ગજ બેટ્સમેન પ્રથમ દાવમાં નિષ્ફળ રહ્યો હતો.ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કોહલી માત્ર ત્રણ રન બનાવી આઉટ થયો હતો. જોસ હેઝલવુડે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.ત્યારથી કોહલી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે.

પર્થ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં કોહલી નિષ્ફળ રહ્યો હતો. તેણે બીજા દાવમાં પોતાના બેટથી સદી ફટકારી હતી. એડિલેડમાં કોહલીનું બેટ ફરી નિષ્ફળ ગયું અને બ્રિસ્બેન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ તેને લોકોને નિરાશ જ કર્યાં છે.

કોહલીને સોશિયલ મીડિયા પર એમએસ ધોની પાસેથી શીખવાની સલાહ આપવામાં આવી રહી છે. કોહલીને કહેવામાં આવી રહ્યું છે કે તે ધોની પાસેથી શીખે અને સંન્યાસ લે. ધોનીએ 2014માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન અધવચ્ચે જ નિવૃત્તિ લીધી હતી. એક યુઝરે X પર લખ્યું, વિરાટ કોહલીએ ધોની પાસેથી શીખવું જોઈએ અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. બીસીસીઆઈ આવા ખેલાડીઓ પર શા માટે સમય બગાડે છે જેઓ એક સમયે મહાન હતા પરંતુ હવે ખતમ થઈ ગયા છે.

અન્ય એક યુઝરે લખ્યું, વિરાટ કોહલીએ આ મેચની બીજી ઈનિંગમાં સદી ફટકારવી જોઈએ. જો વરસાદના કારણે આ ઈનિંગ ન થઈ શકે તો કોહલીએ આગામી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારવી જોઈએ નહીંતર તેણે નિવૃત્તિ લઈ લેવી જોઈએ.

તો અન્ય એક યૂઝરે લખ્યું, રિટાયર થઈ જાવ અને લંડનમાં રહો.
બ્રિસબેન ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ ટકી શકી ન હતી. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 4 વિકેટ ગુમાવીને 51 રન જ બનાવ્યા હતા. વિરાટ ઉપરાંત યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને ઋષભ પંત સસ્તામાં પેવેલિયન પરત ફર્યાં છે. વરસાદે ટીમ ઈન્ડિયા બચાવ્યું નહીંતર શક્ય છે કે સ્થિતિ વધુ ખરાબ થઈ હોત.

(9:18 PM IST)