તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
૧૦ વર્ષમાં વિવિધ બેંકોને લાગ્યો અધધ ૧૨ લાખ કરોડનો ચૂનો
અંબાણી - જિંદાલ જેવા ઉદ્યોગપતિઓ બેંકોની લોન લઇ ચુકવતા નથી : બેંકોએ હવે માંડવાળ કરી રકમ : લોન માફ કરવામાં SBI નંબર-૧ : SBI એ ૧,૪૬,૬૫૨ રૂ.તો PNB એ રૂ.૮૨૪૪૯ કરોડ માંડવાળ કર્યા : ટોચના ૧૦૦ ડિફોલ્ટરો કુલ NPAમાં ૪૩% હિસ્સો ધરાવે છે

નવી દિલ્હીઃ અનિલ અંબાણી, જિંદાલ અને જયપ્રકાશ જેવા ઉદ્યોગપતિઓ લોનની રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા છે . જેના કારણે બેંકો પર બોજ સતત વધી રહ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં બેંકોએ ૧૨ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. તે જ સમયે, છેલ્લા ૫ વર્ષમાં લોન માફીની અડધાથી વધુ રકમ સરકારી બેંકોમાંથી આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) લોન માફીમાં સૌથી આગળ છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૫ અને નાણાકીય વર્ષ ૨૦૨૪ વચ્ચે, બેંકોએ કુલ ૧૨.૩ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. સંસદમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી. સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં (નાણાકીય વર્ષ ૨૦-૨૪) જાહેર ક્ષેત્રની બેંકો (સરકારી બેંકો) દ્વારા આમાંથી ૫૩% અથવા રૂ. ૬.૫ લાખ કરોડ માફ કરવામાં આવ્યા હતા.
અનિલ અંબાણી પણ એ લોકોમાં સામેલ છે જેઓ લોન ચૂકવી શકયા નથી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ટોચના ૧૦૦ ડિફોલ્ટરો કુલ એનપીએમાં ૪૩ ટકા હિસ્સો ધરાવે છે. ઈન્ડિયન એક્સપ્રેસે આઈટીઆર દ્વારા આ માહિતી એકત્રિત કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ પણ તે લોકોમાં સામેલ છે જેઓ લોન ચૂકવી શકયા નથી. આ સિવાય જિંદાલ અને જેપી ગ્રુપની કંપનીઓ પણ છે.
૨૦૨૩માં સરકારી બેંકોની સ્થિતિમાં થોડો સુધારો થયો
નાણાકીય વર્ષ ૨૦૧૯માં બેંકો દ્વારા લોન માફીનો દર રૂ. ૨.૪ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪માં તે ૧.૭ લાખ કરોડ રૂપિયાના સૌથી નીચા સ્તરે આવી ગયું હતું. તે સમયે લગભગ રૂ. ૧૬૫ લાખ કરોડની કુલ બેક્ર લોનનો માત્ર એક ટકા જ બાકી હતો. જાહેર ક્ષેત્રની બેંકો હાલમાં કુલ લોનમાં ૫૧% હિસ્સો ધરાવે છે, જે જ્ળ્૨૦૨૩ માં ૫૪% થી ઓછી છે.
એનપીએના મામલામાં પણ સરકારી બેંકો આગળ છે.
NPAના મામલામાં સરકારી બેંકો પણ આગળ છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે આરબીઆઈના ડેટા મુજબ, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં, જાહેર ક્ષેત્રની બેંકોની એનપીએ ૩,૧૬,૩૩૧ કરોડ રૂપિયા અને ખાનગી બેંકોની એનપીએ ૧,૩૪,૩૩૯ કરોડ રૂપિયા હતી.
SBI લોન માફીમાં સૌથી આગળ છે
જે બેંકોએ લોન માફ કરી છે, તેમાં SBI રકમની દ્રષ્ટિએ મોખરે છે. લ્ગ્ત્એ આ ૫ વર્ષમાં લગભગ ૧.૫ લાખ કરોડ રૂપિયા માફ કર્યા. પંજાબ નેશનલ બેંક બીજા નંબર પર છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ત્રીજા સ્થાને, બેંક ઓફ બરોડા ચોથા સ્થાને અને બેંક ઓફ ઈન્ડિયા પાંચમા સ્થાને છે.
SBI એ રૂ.૧૪૬,૬૫૨ કરોડ તો PNB એ ૮૨૪૪૯ કરદઠ માંડવાળ કર્યા છે.
સરકારી બેંકો પણ લોનની રકમ રાઈટ ઓફ કરવાના મામલે ઘણી આગળ છે. એસબીઆઈએ આ ૫ વર્ષમાં લગભગ રૂ. ૨ લાખ કરોડનું રાઈટ ઓફ કર્યું. જ્યારે પંજાબ નેશનલ બેંકે રૂ. ૯૪,૭૦૨ કરોડની લોન રાઈટ ઓફ કરી હતી. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, સપ્ટેમ્બરના અંત સુધી, જાહેર ક્ષેત્રની બેંકોએ ૪૨ હજાર કરોડ રૂપિયાની લોન રાઈટ ઓફ કરી છે જે છેલ્લા ૫ વર્ષમાં ૬.૫ લાખ કરોડ રૂપિયા હતી.
લોન કયારે માફ થાય છે?
ચૌધરીએ જણાવ્યું હતું કે આરબીઆઈની માર્ગદર્શિકા અને બેંકોના બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલી નીતિ અનુસાર ચાર વર્ષ પૂર્ણ થવા પર બેંકો એનપીએને રાઈટ-ઓફ કરે છે. આવા રાઇટ-ઓફથી ઋણ લેનારની જવાબદારીઓનું વિસર્જન થતું નથી. આનાથી ઋણ લેનારને કોઈ લાભ મળતો નથી અને બેંકો આ ખાતાઓમાં શરૂ કરાયેલી વસૂલાતની કાર્યવાહી ચાલુ રાખે છે.(
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
