<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

જો ટીમ ઈન્ડિયા ગાબા ટેસ્ટમેચ હારશે તો WTC ફાઈનલમાં પહોંચવાનું સ્વપ્નું રોળાશે

જાણો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25ના પોઈન્ટ્સ ટેબલમાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ કેવી હશે અને તેના WTC ફાઈનલ માટે સમીકરણ કેવા હશે

મુંબઈ :ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગાબામાં રમાઈ રહી છે. આજે આ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ છે. ત્યારે આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ત્યારે આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયાને ગાબા ટેસ્ટમાં હારનો સામનો કરવો પડે છે તો તેની WTC ફાઈનલમાં પહોંચવાની આશાને ફટકો પહોંચી શકે છે.

આ આર્ટિકલમાં જાણો કે, જો ગાબા ટેસ્ટમાં ભારત હારી જાય છે તો પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25ના પોઈન્ટ્સ ટેબલમાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ કેવી હશે અને તેના WTC ફાઈનલ માટે સમીકરણ કેવા હશે.

હાલમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ 2025ની ફાઈનલની રેસમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની સાથે સાઉથ આફ્રિકા અને શ્રીલંકા પણ છે. પોઈન્ટ્સ ટેબલમાં સાઉથ આફ્રિકાની ટીમ 63.33 ટકા પોઈન્ટ સાથે ટોપ પર છે. ઓસ્ટ્રેલિયા 60.71 ટકા પોઈન્ટ સાથે બીજા અને ભારત 57.29 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

જો ટીમ ઈન્ડિયા ગાબા ટેસ્ટમાં હાર બાદ સિરીઝની બાકી રહેલી બે મેચોમાં જીત મેળવે છો તો તેમના 58.8 ટકા પોઈન્ટ થઈ જશે અને ઓસ્ટ્રેલિયાના 57 ટકા પોઈન્ટ થશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા બીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને આવી જશે. જો ભારતીય ટીમને ડાયરેક્ટ ફાઈનલમાં એન્ટ્રી કરવી જો તેમને ગાબા ટેસ્ટની સાથે સિરીઝની અન્ય બે મેચમાં પણ જીત મેળવવી પડશે.

(1:09 PM IST)