તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
અમદાવાદમાં પ્રોફેસર દંપતી વચ્ચે ઝઘડો :પતિએ બીજા લગ્ન બાદ પ્રથમ પત્નીને ટ્રિપલ તલાક આપ્યા :પોલીસમાં ફરિયાદ
પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ બંધાતા લગ્ન કરી લીધા .જેની જાણ તેની પ્રથમ પત્નીને થતા તે પતિને મળવા ગઈ ત્યારે પતિએ ઝઘડો કરી ત્રણ વખત તલાક બોલીને તલાક આપી દીધા

અમદાવાદ ગોમતીપુરમાં વસવાટ કરતા પ્રોફેસર દંપતી વચ્ચે ઝઘડા થતા મહિલા તેના પતિથી અલગ રહેવા જતી રહી હતી. બીજી તરફ પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ બંધાતા લગ્ન કરી લીધા હતા, જેની જાણ તેની પ્રથમ પત્નીને થતા તે પતિને મળવા ગઈ ત્યારે પતિએ ઝઘડો કરી ત્રણ વખત તલાક બોલીને તલાક આપી દીધા હતા. જેથી પ્રોફેસર પત્નીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
50 વર્ષીય મહિલા એક સાયન્સ કોલેજમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 2001માં મસીહુઝ્ઝમા અંસારી સાથે તેનાં લગ્ન થયાં હતાં. મહિલાએ પતિને PHD સુધી અભ્યાસ માટે મદદ કરી હતી અને હાલ પતિ એક ઉર્દૂ પર્શિયન ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર છે. પતિએ લગ્નના થોડા સમય પછી નાની નાની બાબતે ઝઘડો કરી મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું હતું. બંને વચ્ચે ઝઘડા વધવા લાગતા બંને અલગ રહેવા લાગ્યા હતાં.
ઓક્ટોબર મહિનામાં મહિલાને જાણવા મળ્યું હતું કે, તેના પતિએ બીજા લગ્ન કરી લીધાં છે. જેથી તે પતિને મળવા માટે ગઈ હતી, તે દરમિયાન પતિએ ત્રણ વખત તલાક બોલીને તલાક આપી દીધા હતા.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
