<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

કલ્‍પસર સરોવરને ઝડપથી કાર્યાન્‍વિત કરવા મુખ્‍યમંત્રીને કરાઇ રજૂઆત

 

રાજકોટઃતા.૧૬ કલ્‍પસર સરોવર સમિતિના સભ્‍ય પરસોત્તમભાઇ કામાણી (ડોકટર પંપ) અને સાથી ટીમે ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને કલ્‍પસર સરોવરનાં પ્‍લાન અંગે સૂચનો આપ્‍યા હતા. આ સાથે જ કલ્‍પસર સરોવર કેવી રીતે બનશે અને તેના કયા કયા ᅠફાયદા છે એ વિષેની વાત કરવામાં આવી હતી. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીને કલ્‍પસર સરોવર જલ્‍દી કાર્યન્‍વ્‍તિ થાય તે અંગે રજુઆત કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી.

કલ્‍પસર સરોવર સમિતિના પ્રણેતા ૯૭ વર્ષના આયુના વિનુભાઇ ગાંધીએ જણાવ્‍યું હતું કે સૌરાષ્‍ટ્ર કચ્‍છની જળ સમસ્‍યાનો એક જ વિકલ્‍પ કલ્‍પસર યોજના છે. આપણે વડાપ્રધાનને વિનંતી કરીએ કે તેઓ આ યોજનાનો વહેલી તકે ખાત મુહૂર્ત કરે. આપણે સૌ માંગણી નહી પણ સહાયોગ કરીએ. ᅠᅠ

કલ્‍પસર સરોવર નિર્માણના ઘણા ફાયદાઓ છે. કલ્‍પસર સરોવર ભૌગોલિક રીતે ગુજરાતની જ હદમાં આવેલું છે અને ઘણાં વિસ્‍તારને સ્‍પર્શે છે. કલ્‍પસર સરોવરનાં નિર્માણ માટે કોઇની જમીન સંપાદન થતી નથી, કોઇનું સ્‍થળાંતર થતું નથી કે ખેતીલાયક જમીન ડૂબાણમાં જતી નથી. કલ્‍પસર સરોવર દ્વારા જળસંકટગ્રસ્‍ત વિસ્‍તારની દસેક લાખ હેકટર જમીનને સિંચાઇ તેમજ પીવા માટે દસ હજાર કરોડ ઘન મીટર મીઠું પાણી મળશે. ગુજરાતમાં આ યોજના શરૂ થઇ ગયેલ હતી, તેનું બજેટ ફાળવણી પણ શરૂ થઇ ગયું હતું પરંતુ કોઇપણ કારણસર આ યોજનાનો અમલ ન થયો હોવાથી વિનુભાઇ ગાંધીનાં માર્ગદર્શન હેઠળ કલ્‍પસર જન જાગૃતિ સમિતિ બનાવવામાં આવી છે. આ યોજના વહેલામાં વહેલી તકે શરૂ થાય એ માટે પ્રયત્‍નો શરૂ કરવામાં આવ્‍યા છે. આ અંગે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને પણ પત્ર લખીને આ બાબતે વિનંતી કરાઇ છે.

(12:17 PM IST)