તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
હાર્ટએટેકથી બંગાળી યુવાનનું મોત
માંડવી ચોકમાં નાસ્તાની દૂકાન ચલાવતો હતોઃ ગુંદાવાડી હોસ્પિટલથી સિવિલમાં ખસેડાયો પણ દમ તોડી દીધોઃ બે પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૧૬: હાર્ટએટેકથી મૃત્યુની ઘટનાઓ યથાવત રહી છે. વધુ એક યુવાનનું હૃદય બેસી જતાં મોત થયું છે. સોની બજાર સવજીભાઇની શેરીમાં રહેતો રણજીતભાઇ જયદેવભાઇ પુરકાઇ (ઉ.વ.૪૩) નામનો યુવાન સાંજે પાંચેક વાગ્યે રૂમ પર હતો ત્યારે પેટમાં દુઃખાવો થાય છે તેમ કહેતાં તેને ગુંદાવાડી હોસ્પિટલે લઇ જવાયો હતો. ત્યાં દવા અપાતાં પરત આવતો હતો ત્યારે ફરી દુઃખાવો વધતાં ફરી ગુંદાવાડીમાં લઇ જવાયેલ. ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાનું કહેતાં અહિ ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
રણજીતભાઇને સંતાનમાં બે પુત્ર છે. પોતે સોની બજાર માંડવી ચોકમાં નાસ્તાની દૂકાન ચલાવતો હતો. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ એ-ડિવીઝન પોલીસને કરી હતી.
(4:27 PM IST)










