<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

શનિવારે લાંબામાં લાંબી રાત્રીઃ દિવસ ટૂંકો, વિજ્ઞાન જાથા

શનિવારે રાજકોટમાં ૧૩ કલાક ૧૮ મિનિટની સૌથી લાંબી રાત્રી રવિવારથી રાત્રિ ક્રમશઃ ટૂંકી અને દિવસ લાંબો થશેઃ સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિના કારણે ઉત્તરાયણ કહે છે. પળથ્‍વી ઝુકેલી હોવાના કારણે દિવસ-રાત લાંબા-ટૂંકા અને ઋતુઓ બને છે

રાજકોટઃ  શનિવાર તા. ૨૧ ડિસેમ્‍બરે રાત લાંબી અને દિવસ ટૂંકાનો લોકો અનુભવ કરશે. પળથ્‍વી ૨૩.૫ અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ-રાતમાં લાંબા-ટૂંકા, ફેરફાર અને ઋતુઓ ઉત્‍પન્ન કરવામાં કારણભૂત છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે તેથી ઉત્તરાયણ કહેવામાં આવે છે. વર્ષની સૌથી લાંબામાં લાંબી રાત, શિશિર ઋતુનો પ્રારંભ અને સૂર્ય ઉત્તરગોળાર્ધ તરફ જવાની શરૂઆત થશે. રવિવારથી સેકન્‍ડની ગણતરીએ દિવસ લાંબો થશે. પળથ્‍વીની ધરી સીધી હોત તો દિવસ-રાત ૧૨-૧૨ કલાકની બને છે. શનિવારે રાજકોટમાં ૧૩ કલાક અને ૧૮ મિનિટની સૌથી લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ભારત જન વિજ્ઞાન જાથા લોકોને દિવસ-રાતના સામાન્‍ય ફેરફારોનો અનુભવ કરવા અપીલ કરવામાં આવી છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્‍યું કે રાજકોટમાં રાત્રિ ૧૩ કલાક ૧૮ મિનિટ ૧૧ સેકન્‍ડ, ભાવનગરમાં રાત્રિ ૧૩ કલાક ૧૪ મિનિટ ૧૦ સેકન્‍ડ, જુનાગઢમાં રાત્રિ ૧૩ કલાક ૧૧ મિનિટ ૫ સેકન્‍ડ, દ્વારકામાં રાત્રિ ૧૩ કલાક ૧૩ મિનિટ ૫૯ સેકન્‍ડ, અમદાવાદમાં ૧૩ કલાક ૧૭ મિનિટ ૧૧ સેકન્‍ડ, મુંબઈમાં રાત્રિ ૧૩ કલાક ૦૧ મિનિટ ૨૭ સેકન્‍ડ, ઉજજૈનમાં રાત્રિ ૧૩ કલાક ૩૬ મિનિટ, ૦૭ સેકન્‍ડ, દિબ્રુગઢમાં રાત્રિ ૧૩ કલાક ૩૬ મિનિટ ૦૭ સેકન્‍ડ, કાશ્‍મીરમાં રાત્રિ ૧૩ કલાક ૪૩ મિનિટ ૫૬ સેકન્‍ડ, કન્‍યાકુમારીમાં રાત્રી ૧૨ કલાક ૨૧ મિનિટ ૦૯ સેકન્‍ડ લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ત્‍યાર બાદ તા. ૨૨ મી રવિવારથી રાત્રી ક્રમશઃ ટૂંકી અને દિવસ ક્રમશઃ લાંબો થશે. પળથ્‍વીનો ઝુકાવ સૂર્યને પરિભ્રમણ ગતિ, સૂર્ય હોય છે તો દક્ષિણ ગોળાર્ધમાં પણ તે પળથ્‍વી તરફ ગતિ કરે છે. નાના-મોટા શહેરોમાં સામાન્‍ય મિનિટોનો તફાવત જોવા મળે છે.

વધુમાં પંડયાએ જણાવ્‍યું કે સૂર્ય તેના આકાશના વિચરણમાં ઉત્તર ગોળાર્ધમાં ૨૩.૫ અક્ષાંશ સુધી જ જાય છે અને પછી ત્‍યાંથી પાછો ફરે છે. તે ૨૩.૫ અંશ ઉત્તર અક્ષાંશને ઓળંગતો નથી. પળથ્‍વી પર ૨૩.૫ ઉત્તર અક્ષાંશને કર્કવળત્ત કહે છે. પળથ્‍વી પરના ૨૩.૫ દક્ષિણ અક્ષાંશને મકરવળત્ત કહે છે.

વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે પળથ્‍વીની ૨૩.૫ અંશે ઝુકેલી ધરીને કારણે પળથ્‍વી પર ઋતુઓ ઉત્‍પન્ન થાય છે અને ધ્રુવ પ્રદેશો પર છ-છ મહિનાના દિવસ અને રાત થાય છે. પળથ્‍વીના ગોળા પર ઊંચે અક્ષાંશે જે બારે માસ ઠંડી રહે છે ત્‍યાં બારેય માસ બરફ છવાયેલો રહે છે.

અંતમાં જાથાએ આકાશ તરફ લોકો નજર કરતાં થાય અને ખગોળ વિષય ઉપર રૂચિ કેળવાય તે માટે અભિયાન આદર્યુ છે. આજે લોકો લાંબામાં લાંબી રાત્રિનો અનુભવ કરી બીજે દિવસથી રાત્રિ ક્રમશઃ સેકન્‍ડની ગણતરીએ ટૂંકી અને દિવસ ક્રમશઃ લાંબો થશે. વિશેષ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:20 PM IST)