તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
હળવદ નજીક ટ્રેનની અડફેટે માતાની નજર સામે બે બાળકોના કરૂણ મોત: દોઢ વર્ષના બાળકનો બચાવ
રણજિતગઢ અને કેદારીયા વચ્ચે મંગુબેન બજાણીયા પોતાના સંતાનો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા ત્યારે માલગાડી આવી જતા અડફેટે લીધા:માતા મંગુબેનને ઇજા

હળવદમાં કરૂણ ઘટના બની છે ટ્રેનની અડફેટે માતાની નજર સામે બે બાળકોના કરૂણ મોત નિપજ્યા છે, જયારે માતા ઈજાગ્રસ્ત થઇ છે, તો એક દોઢ વર્ષના બાળકનો બચાવ થયો છે.
મળતી માહિતી અનુસાર હળવદમાં રણજિતગઢ અને કેદારીયા વચ્ચે મંગુબેન બજાણીયા પોતાના સંતાનો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યાં હતા. આ દરમિયાન માલગાડી આવી જતા મંગુબેન બજાણીયા ઈજાગ્રસ્ત થયા હતા જયારે તેમની 5 વર્ષની પુત્રી ગોપી અને 3 વર્ષના પુત્ર નિકુલનું માતાની નજર સામે કરૂણ મોત થયું હતું.
ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત મંગુબેનને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃત બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ બનાવથી નાના એવા ગામમાં શોકનું મોજું વ્યાપી ગયું છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
