<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

કટરામાં વૈષ્ણો દેવી મંદિર માટે રોપવે પ્રોજેક્ટનો વિરોધ :લોકોએ પ્રદર્શન કર્યું: હડતાળની જાહેરાત

સ્થાનિક લોકોને આશંકા છે કે તેનાથી તેમની આજીવિકા પર અસર પડશે:પૂર્વ મંત્રી જુગલ કિશોર શર્માએ કહ્યું કે વિરોધ રોપ-વે સામે છે, મંદિરના બોર્ડ સામે નથી.

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા માતા વૈષ્ણો દેવી મંદિરના માર્ગ પર પ્રસ્તાવિત રોપ-વે પ્રોજેક્ટના વિરોધમાં રવિવારે કટરામાં સેંકડો લોકોએ વિરોધ કર્યો હતો. જેના ભાગરૂપે શાલીમાર પાર્કથી શરૂ થઈ બસ સ્ટોપ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ શ્રાઈન બોર્ડ અને રોપવે પ્રોજેક્ટ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પગલે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ રેલીમાં પૂર્વ મંત્રી જુગલ કિશોર શર્માએ પણ ભાગ લીધો હતો, જેમણે રોપ વેના વિરોધીઓના સમર્થનમાં વાત કરી હતી.

રોપવે પ્રોજેક્ટ સામેના આંદોલનનું નેતૃત્વ શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે સ્થાનિક દુકાનદારો, મજૂરો, ટટ્ટુ માલિકો અને પાલખી કામદારોની આજીવિકાને અસર કરશે તે ભયથી વિરોધ કરી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ, શ્રાઈન બોર્ડે તારાકોટ માર્ગથી સાંઝી છટ સુધીના 12 કિલોમીટર લાંબા માર્ગ પર 250 કરોડ રૂપિયાના ખર્ચે પેસેન્જર રોપવે પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

 

તેના પર, સ્થાનિક લોકોનું માનવું છે કે આ પ્રોજેક્ટ તેમની રોજગારીને જોખમમાં મૂકી શકે છે, કારણ કે રોપ-વેના સંચાલનથી તેમની રોજગારની સંભાવનાઓ સમાપ્ત થઈ શકે છે. ગયા મહિને જ્યારે આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી ત્યારે કટરામાં ચાર દિવસ સુધી ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. દુકાનદારો, મજૂરો અને અન્ય અસરગ્રસ્ત સમુદાયોએ પ્રોજેક્ટ સામે અવાજ ઉઠાવ્યો હતો અને રોપ-વેને કારણે તેમની આજીવિકાને નુકસાન થશે તેવી દહેશત વ્યક્ત કરી હતી.

(11:46 AM IST)