તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
ઊંઝા માર્કેટયાર્ડમાં 14 બેઠકો માટે મતદાન શરૂ :36 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો :કાલે મતગણતરી
APMC ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પુરી થાય તે માટે થઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

અમદાવાદ :ઊંઝા માર્કેટયાર્ડમાં 14 બેઠકો માટે આજે મતદાન શરૂ થયું છે .ચૂંટણી માટે વહિવટી તંત્ર અને પોલીસે આખરી ઓપ આપ્યો છે. તારીખ 17 મીએ 14 બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે. ભાજપના ત્રણ જૂથ વચ્ચે આ રસાકસી ભરી ચૂંટણી યોજાશે. ઊંઝા માર્કેટયાર્ડમાં ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ, પૂર્વ ચેરમેન નારણ પટેલના જૂથના વિવાદ વચ્ચે ચૂંટણી યોજાવા જઇ રહી છે.
વેપારી વિભાગની 4 અને ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 36 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ભાજપે વેપારી અને ખેડૂત વિભાગમાં મેન્ડેટ આપવામાં આવ્યો છે. માર્કેટયાર્ડમાં આજે સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરુ થશે.
ખેડૂત વિભાગના 10 ઉમેદવારો માટે 261 મતદારો, વેપારી વિભાગમાં 16 ઉમેદવારોનું 805 મતદારો ભાવી નક્કી કરશે. આ 14 બેઠક માટે 1066 મતદારો મતદાન કરશે. આ ચૂંટણીમાં વેપારી વિભાગમાં બે બુથ અને ખેડૂત વિભાગમાં એક બુથ બનાવવામાં આવ્યું છે. 3 બુથમાં 15 અધિકારીઓ અને 5 રિઝર્વ અધિરારીઓને ફરજ સોંપવામાં આવી છે. જે 17મીએ મતગણતરી યોજાવાની છે, જેમાં 20 અધિકારીઓને ફરજ સોંપવામાં આવેલ છે.
ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને ભારે રસાકસીભર્યો માહોલ જામ્યો છે. આજે યોજાનાર APMC ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પુરી થાય તે માટે થઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 3 PI, 7 PSI, 71 પોલીસ, 8 મહિલા કોન્સ્ટેબલ સહિત સ્ટાફ સુરક્ષા માટે તૈનાત રહેશે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
