તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
બ્રહમદેવ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન
શેઠ હાઇસ્કુલ ખાતે સમારોહઃ સંગીતની સુરાવલી અને રકતદાન કેમ્પનું આયોજન

રાજકોટ તા.૧૬: બ્રહમદેવ સમાજ રાજકોટ દ્વારા તા.રરના રવિવારે સ્નેહમિલનનુ઼ આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતુ કે તા.રરને રવિવારે સાંજે પ કલાકે પી.એન્ડ ટી.વી.શેઠ હાઇસ્કુલ, ભકિતનગર સર્કલ પાસે, ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે યોજાશે. પ.પુ.મુકતાનંદ બાપુ-પ્રમુખશ્રી અખીલ ભારતીય સાધુ સમાજ, પ.પૂ.જેન્તીરામ બાપા-સતપુરણધામ આશ્રમ-ધુનડા, પ.પૂ.ભકિતપ્રસાદ સ્વામીજી-સનાતન આશ્રમ, ખીરસરા, પ.પૂ.ગુરૂજી વિજયભાઇ જોષી- ગજાનન આશ્રમ-માલસર, પ.પૂ.હિરેનભાઇ ત્રિવેદી-શ્રી વિદ્યા કલ્યાણ ધામ, રતનપર આશીર્વાદ પાઠવશે.
અતિથી વિશેષ તરીકે પ્રભવ જોષી(કલેકટર-રાજકોટ) બ્રજેશકુમાર ઝા (પોલીસ કમિશ્નર-રાજકોટ), અંકિત ભટ્ટ (આસી.ડાયરેકટર ફલાઇંગ સ્કોડ સૌરાષ્ટ્ર ઝોન ખાણ ખનીજ), અમીતભાઇ આઝાદ (અમર શહિદ ચંદ્રશેખર આઝાદના પૌત્ર) (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ-હિન્દુસ્તાન રીપબ્લીકન આર્મી), ધીમંત વ્યાસ (નિવૃત રીઝનલ કમિશ્નર)ઉપસ્થિત રહેશે.
આ તકે સ્નેહમિલન સમારોહ, સંગીત સુરાવલી તેમજ રકતદાન કેમ્પ પણ રાખેલ છે. સ્નેહમિલન સમારોહ પુર્ણ થયા બાદ ભોજન સમારંભ યોજાશે. બ્રહમદેવ સમાજ સહપરીવાર પધારી શોભામાં અભિવૃધ્ધી કરવા બ્રહમદેવ સમાજ રાજકોટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમને સફળ બનાવવા બ્રહમદેવ સમાજ, મહાસચિવ મિલનભાઇ શુકલના માર્ગદર્શન હેઠળ બ્રહમદેવ રાજકોટના પ્રમુખ વિપુલભાઇ જાનીના નેતૃત્વમાં વરિષ્ઠ ટીમ, યુવા ટીમ, મહિલા પાંખ સહિત તમામ વોર્ડ વાઇઝ ટીમ જહેમત ઉઠાવી રહેલ છે. વધુ વિગત માટે મો.૯૦૯૯૯ ૪૬૯૧૧/૭૩પ૯ર ૯૩૪૧૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. તસ્વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા વિપુલભાઇ જોષી, અંજનભાઇ ભટ્ટ, મનોજભાઇ રાજગોર, સંદિપભાઇ મઢવી, માલતીબેન સાતા, માધવીબેન ભટ્ટ, કલ્પનાબેન ત્રિવેદી, બંસીબેન રાજકોટ, ભાર્ગવીબેન વ્યાસ, હિરલબેન જાની નજરે પડે છે. (તસ્વીરઃસંદિપ બગથરીયા)
(3:51 PM IST)










