તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
રહેવર સ્કુલમાં શુક્રવારે નિઃશુલ્ક આયુર્વેદ ચિકિત્સા કેમ્પનું આયોજન
આર.એસ.શાહ આયુર્વેદ(ગાર્ડી) હોસ્પિટલના સહયોગથી

રાજકોટ તા.૧૬: સ્વ.આર.એસ.શાહ આયુર્વેદ-ગાર્ડી હોસ્પિટલ, રાજકોટ તેમજ રહેવર સ્કુલના સંયુકત ઉપક્રમે ‘સર્વે સન્તુ નિરામયા' અને ‘યોગક્ષેમમ વહામ્યહમ' ના સુત્રને સાકાર કરતો કાર્યક્રમ આયુર્વેદ સર્વ રોગ નિદાન-ચિકિત્સા કેમ્પ આગામી તા.ર૦મી ડીસેમ્બરના યોજવામાં આવેલ છે.
આ કેમ્પમાં વી.એમ.મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ સંલગ્ન સ્વ.આર.એસ.શાહ આયુર્વેદ હોસ્પિટલ, આણંદપરના નિષ્ણાંત અનુભવી આયુર્વેદીક ડોકટર્સ દ્વારા નિદાન અને સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા રહેવર સ્કુલના સંચાલક રઘુવિરસિંહ રહેવર તેમજ ગાર્ડી હોસ્પિટલ-ગાર્ડી કોલેજના ટ્રસ્ટી તથા સંસ્થાપક ડી.વી.મહેતા જહેમત ઉઠાવી રહયાં છે.
સમાજ સેવા થકી સમાજમાં સર્જનાત્મક નવરચનાના કાર્યક્રમનો પ્રચાર અને પ્રસાર કરી રહયાં છે. આ સેવાયજ્ઞ રહેવર સ્કુલ, ૧-કૃષ્ણનગર, સ્વામિનારાયણ ચોક પાસે, કોર્પોરેશનના બગીચા સામે, રાજકોટ ખાતે યોજાનાર છે. સૌ કોઇને આ નિઃશુલ્ક સેવા યજ્ઞમાં આયુર્વેદ ચિકીત્સાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સેવા યજ્ઞમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. આ દરમિયાન એક કાયમ માટે કિલનીક શરૂ કરવા પણ સંસ્થાએ તૈયારી શરૂ કરી છે.
(4:24 PM IST)










