તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
2 પત્ની અને 6 સંતાનો હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવા ચોરીના રવાડે ચડ્યો:સમીર પઠાણની પૂછપરછમાં કબૂલાત
અમદાવાદમાં કારના કાચ તોડીને લેપટોપ, ફોન, પૈસા તેમ જ કિંમતી સામાનની ચોરી કરનારની ઝોન-7 LCBની ટીમે ધરપકડ કરી:એક વર્ષમાં 12 લેપટોપ, 2 કાર, 1 રિક્ષા, 2 એક્ટિવા, 18 કારની નંબર પ્લેટની ચોરી કરી:પોલીસે 16.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદમાં કારના કાચ તોડીને લેપટોપ, ફોન, પૈસા તેમ જ કિંમતી સામાનની ચોરી કરનારની ઝોન-7 LCBની ટીમે ધરપકડ કરી હતી
. ચોરી કરનાર સમીરખાન પઠાણ નામના શખ્સે પોલીસને જણાવ્યું હતું કે, તેને 2 પત્ની અને 6 સંતાન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે ચોરી કરતો હતો. શખ્સે એક વર્ષમાં 12 લેપટોપ, 2 કાર, 1 રિક્ષા, 2 એક્ટિવા, 18 કારની નંબર પ્લેટની ચોરી કરી હતી. પોલીસે 16.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. શખ્સ પકડાય નહીં તે માટે થઈને આ ચોરી કરેલ ગાડીમાં ચોરી કરેલી નંબર પ્લેટ લગાવી ચોરી કરવા માટે જતો હતો.
27 નવેમ્બરના રોજ સેટેલાઇટના રાજશ્રી ટાવરના ગેટ પાસે પાર્ક કરેલી એમેઝોન કંપનીના 54 પાર્સલ ભરેલી ઇકો કારની ચોરી થઈ હતી. ઝોન 7 DCP શિવમ વર્માના તાબા હેઠળની LCB ના PSI એ સીસીટીવી ફૂટેજના આધારે સમીરખાન પઠાણને પકડી પાડ્યો હતો. તે દરમિયાન તેની પાસેથી 12 લેપટોપ, 2 ઇકો કાર, 1 રિક્ષા, 2 સ્કૂટર, 1 ફોન, એમેઝોનનાં 32 પાર્સલ, ઘડિયાળ તેમજ 18 નંબર પ્લેટ મળીને કુલ 16.14 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સમીરે એક વર્ષમાં સેટેલાઇટ, આનંદનગર, સરખેજ, કાગડાપીઠ, શહેરકોટડા, કાલુપુરમાં કારના કાચ તોડીને ચોરી કરી હતી. જ્યારે 22 પાર્સલની વસ્તુઓ બારોબાર વેચી દીધી હતી.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
