તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
ઉદય કાનગડ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા જ્ઞાનરત્ન અભિવાદન સમારોહ યોજાયો
હકારાત્મક અભિગમ સફળ જીવન માટેનો વિકાસપથ છેઃ ધો. ૧૦ અને ૧રના તેજસ્વી તારલાઓનું ધારાસભ્યશ્રી દ્વારા સન્માનઃ ૬ સ્કૂલના ૭૮પ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા

રાજકોટ તા. ૧૬: ધો. ૧૦ અને ધો. ૧૨ના માર્ચ-૨૦૨૪ના બોર્ડના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને શુભેચ્છા અર્પવાના આશયથી તેમને સન્માનવા ધારાસભ્ય શ્રી ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વીન મોલીયા દ્વારા શહેરના આર્યનગર કોમ્યુનીટી હોલ ખાતે ‘‘જ્ઞાનરત્ન અભિવાદન સમારોહ'' યોજાયો હતો.
આ સમારોહમાં ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્ભભાઈ દુધાત્રા, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર,પુજાબેન પટેલ, શહેર ભાજપ મંત્રી ભગવતીબેન ધરોડીયા, પરીમલ પરડવા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ગુજરાત રાજયના ઝોન ઉપપ્રમુખ મેહુલભાઈ પરડવા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ બેડીપરા ઝોનના રામભાઈ ગરૈયા, નરેન્દ્રભાઈ ભાડલીયા, સુરેશભાઈ વ્યાસ, દિપકભાઈ ચોવટીયા, વિશાલભાઈ હિરાણી, અમળતભાઈ માલી, મનસુખભાઈ કોદાળા, મહેશભાઈ ડોલર, કોર્પોરેટરશ્રીઓ કાળુભાઈ કુંગશીયા, રસીલાબેન સાકરીયા, મંજુબેન કુંગશીયા, પરેશ પીપળીયા(પી.પી.), ભાવેશ દેથરીયા, કંચનબેન સિધ્ધપુરા, રૂચીતાબેન જોશી, વોર્ડઙ્ઘભારીઓ જે.ડી. ભાખર, દુષ્યંત સંપટ, રસીકભાઈ પટેલ, વરજાંગભાઈ હુંબલ, વોર્ડપ્રમુખ- મહામંત્રીશ્રીઓ કાનાભાઈ ડંડૈયા, પરેશ લીબાશીયા, અંકિત દુધાત્રા, રાજેશ લીલા, ભરત લીંબાશીયા, હિતેશ મઠીયા, દિનેશભાઈ ડાંગર, મુકેશ ધનસોતા, અનિલ ચૌહાણ, હરેશ ધંધુકીયા, મૌલિક પરમાર તેમજ મહિલા મોરચાના દેવીકાબેન રાવલ, કિશાન મોરચાના ભરત રાદડીયા, બક્ષીપંચ મોરચાના બાબુભાઈ માટીયા, અનુ.જાતી મોરચાના રતાભાઈ પરમાર, શિક્ષણ સમિતિના વીરમભાઈ સબાડ તેમજ મનસુખભાઈ પીપળીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે સ્વનિર્ભર શાળા સંચાલકની ૩૬થી વધુ શાળાના ૭૮૯ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્વાગત પ્રવચન કરતા શ્રી ઉદય કાનગડએ જણાવેલ કે જીવનની સફરમાં સાચી દિશા મળે તો જ નિヘતિ મંજિલ સુધી પહોંચી શકાય છે. સમાજને સંપૂર્ણપણે સુખમય અને સમળધ્ધ બનાવવા માટે શિક્ષણ એક અતિ મહત્વનું પરિબળ છે. યોગ્ય શિક્ષણ અને જ્ઞાનસંચય થકી રચાયેલ સુંદર ભાવિ વિદ્યાર્થીની સાથે રાજય તથા રાષ્ટ્રની પ્રગતિમાં પણ વધારો કરે છે. ત્યારે ધો. ૧૦ અને ધો. ૧૨ વિદ્યાર્થીઓની કારકીર્દી માટે માઈલસ્ટોન સમુ વર્ષ છે અને જીવનનો ખૂબ જ મહત્વનો વળાંક છે. આ સમયમાં કારકિર્દીની દિશા નકકી કરવી અતિ આવશ્યક છે. ત્યારે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતળત્વવાળી રાજય સરકાર પણ ભાવિ પેઢીને શિક્ષણથી સુસજજ કરવા અવિરત પ્રયાસો કરી શ્રેષ્ઠ ભુમિકા ભજવી રહી છે. વિદ્યાર્થીઓને સન્માનિત કરી શિલ્ડ અર્પણ કરી વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભકામના પાઠવતા પાઠવેલ.
શ્રી મુકેશ દોશીએ જણાવેલ કે વિદ્યાર્થીકાળમાં યુવાનોમાં રહેલી ઉર્જાને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળી રહે તો જ્ઞાન, કૌશલ્ય અને સંનિષ્ઠ પ્રયાસોના ચમત્કાર પરિણામો મેળવવા આપણું યુવાધન સક્ષમ છે.બદલાતા સમયની સાથે અભ્યાસક્રમોમાં પણ વિવિધતા જોવા મળે છે. અભ્યાસક્રમોની ક્ષિતિજો વિસ્તરતી જાય છે.ત્યારે વિદ્યાર્થીઓએ પોતાના રસ અને રૂચિ અનુસાર જીવનની કેડી કંડારવી જોઈએ. આ પ્રસંગે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું.
(3:35 PM IST)










