તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
મધ્યપ્રદેશના જામ્બુવામાંથી ૯ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડવા પોલીસ ઓપરેશન આવી રીતે પાર પાડયું
ડીસીપી પન્ના મોમયા, પીઆઇ આર.એલ પ્રજાપતિ ટીમ દ્વારા કુનેહથી વધુ એક ભયંકર આરોપી ઉપાડી લવાયોઃ અકિલા સાથે રણનીતિકાર સીપી નરસિંહમાં કોમાર અથ થી ઇતિ સુધીની કથા વર્ણવે છે : વર્ષોથી ફરાર ગંભીર ગુન્હાના ખૂંખાર આરોપીઓને પકડવાના વડોદરા પોલીસનાં સોશ્યલ મીડિયામાં વાયરલ અભિયાન અંગેનું વિશેષ આવું છે

રાજકોટ તા. ૧૬ :.. વડોદરા જેવા કોમી સંવેદનશીલ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર જડબેસલાક નિયંત્રણ રાખવાની જેની ર્પ્યોરિટી રાખી લોકોની સુખાકારી જેમને મન એક જ મુદ્દો ર્પ્યોરિટીમાં છે તેવા સીબીઆઈ બ્રેક ગ્રાઉન્ડ સાથે પોતાની નીટ એન્ડ ક્લીન ઈમેજ માંટે રાજ્યભરમાં જાણીતા વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા ગુન્હા કરી ફરાર રહેતા અપરાધીઓને શોધી કાઢવા ચાલતા અને ખૂબ વાયરલ થયેલ અભિયાનમાં વિશેષ મોટી સફળતા મળી છે.
ઉકત બાબતે નિરાભિમાની એવા આ સિનિયર આઈપીએસ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, આ સફળતાંનો શ્રેય મારા સાથી અધિકારી અને ખાસ કરી પોલીસ સ્ટાફને જાય છે. એમે રણનીતિ ઘડીએ પણ તેની અમલવારી નિષ્ઠાથી ન થાય તો કેવું પરિણામ આવે?
વડોદરા પોલીસ દ્વારા આમ તો સંખ્યાબંધ વોન્ટેડ અપરાધી પકડાયા છે, આ શ્રેણીમાં તાજેતરમાં અપહરણ, બળાત્કાર જેવા ૯ વર્ષથી વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશના જામ્બુવા ખાતેથી બેંક સ્ટાફ બની આરોપીને પકડી લાવવાના સોશ્યલ મીડિયાનાં વાયરલ કિસ્સા અંગે રસપ્રદ વિગતો વર્ણવી હતી. તેવોએ જણાવેલ કે અને શહેરના વિવિધ પોલીસ મથકમાં એક ખાસ ટીમને પસંદ કરી આવા અપરાધીઓને પકડવા જવાબદારી સુપ્રત કરી છે.
ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ બનાવેલ સીટી પોલીસ સ્ટેશનના સેકન્ડ પો.ઇન્સ.શ્રી આર.એલ.પ્રજાપતિ તથા તેમની સાથે અ.પો.કો. સંજયસિંહ ઉદેસિંહ તથા અ.પો.કો. પાતાભાઇ પદમાભાઇ નાઓની ટીમ દ્રારા મધ્યપ્રદેશના જાંબુવા જીલ્લાના આરોપીઓના ગામો પરનાલીખેડા તથા પાંચખેરીયામાં બેંક કર્મચારીઓ બની ગામ લોકો સાથે હળી-મળી આરોપીઓ વિશેની માહીતી કઢાવી તે માહીતી સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.ચૌહાણ સાહેબ નાઓને મોકલી આપતા ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસની મદદથી પો.સબ.ઇન્સ. બી.પી.રોહીત તથા સાથેના સ્ટાફના માણસો સ્થળ પર પહોચી આરોપી ઇસમને શોધી કાઢતા નામે શાંતુ ઇલુ નિનામા મુળ રહે;ગામ- પાંચખીરીયા, થાના-કાકનવાની, તા.થાંદલા, જી.જાંબવા, મધ્યપ્રદેશ હાલ રહે;શુભ દર્શન ગ્રીન, ટીમ્બી તળાવ સામે, હનુમાનપુરા, વડોદરા નાઓનો સદરી ગુનામા છેલ્લા ૦૯ વર્ષથી નાસતો-ફરતો હોય તથા તેની વિરૂધ્ધ નામદાર કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનુ વોરંટ જારી કરેલ હોય જે આરોપીને પકડી પાડી સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
આરોપી શાંતુ ઇલુ નિનામા મુળ રહે, ગામ- પાંચખીરીયા, થાના-કાકનવાની, તા.ર્થાદલા, જી.જાંબવા, મધ્યપ્રદેશ હાલ રહે, શુભ દર્શન ગ્રીન, ટીમ્બી તળાવ સામે, હનુમાનપુરા, વડોદરા.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
