<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

કુંવરજીભાઇ બાવળીયા અને ભાનુબેન બાબરીયા દ્વારા અંગદાનનો સંકલ્‍પ

રાજકોટ તા.૧૬ ગુજરાતના કેબીનેટ મંત્રીઓ કુંવરજીભાઇ બાવળીયા અને ભાનુબેન બાબરીયા દ્વારા અંગદાન સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે.ગુજરાતના કેબીનેટ મંત્રીઓ કુંવરજીભાઇ બાવળીયા અને ભાનુબેન બાબરીયા દ્વારા કરવામાં આવેલ અંગદાન સંકલ્‍પ સમાજને નિસ્‍વાર્થ સેવા, કરુણા અને જીવનદાનની પ્રેરણા આપે છે.આ પ્રસંગે ર્ઓગેન ડોનેશન ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ મિતલ ખેતાણી, ભાવનાબેન ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટમાં ર્ઓગેન ડોનેશન ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ અને અન્‍ય અનેક સંસ્‍થાઓ આ દિશામાં ખૂબજ સારુ કાર્ય કરી રહી છે.અત્‍યાર સુધીમાં આ ર્ઓગેન ડોનેશન ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા ૧૨૫ જેટલા અંગદાન થઇ શકયા છે. જેમાં ર્ઓગેન ડોનેશન ફાઉન્‍ડેશનનાં ટ્રસ્‍ટીઓ ડો.દિવ્‍યેશ વિરોજા, ડો.સંકલ્‍પ વણઝારા, ડો.તેજસ કરમટા, મિતલ ખેતાણી, નિતિનભાઇ ઘાટલીયા, વિક્રમભાઇ જૈન, ભાવનાબેન મંડલિ, ભાવેશભાઇ ઝીંઝુવાડીયા, વિભુિતબેન ઝીંઝુવાડીયા, હર્ષિતભાઇ કાવર તેમજ અન્‍ય અનેક નાની મોટી સંસ્‍થાઓ , ડોકટર્સ, પેરામેડિકલ સ્‍ટાફ , પોલીસ તંત્ર, પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનિક મીડિયા અન્‍ય સરકારી સંસ્‍થાઓ કાર્યકર્તાઓનો મોટો ફાળો રહ્યો છે.

(11:41 AM IST)