<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

નહેરૂના પત્રો જે સોનિયા લઇ ગયા છે તે પરત કરો

પીએમ મેમોરિયલે રાહુલને લખ્‍યો પત્ર : માંગવામાં આવેલા કાગળોમાં પંડિત નેહરૂ અને એડવિના માઉન્‍ટબેટન, આલ્‍બર્ટ આઈન્‍સ્‍ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજય લક્ષ્મી પંડિત, અરુણા અસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ વલ્લભ પંત વગેરે જેવી મહાન હસ્‍તીઓ વચ્‍ચેની વાતચીત અને પત્રવ્‍યવહારનો સમાવેશ થાય છે

નવી દિલ્‍હી, તા.૧૬: વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્‍તકાલયે માંગણી કરી છે કે દેશના પૂર્વ વડાપ્રધાન પંડિત નેહરુના અંગત પત્રો જે સોનિયા ગાંધી દ્વારા લેવામાં આવ્‍યા હતા તે પરત કરવામાં આવે. આ અંગે મ્‍યુઝિયમે રાહુલ ગાંધીને પત્ર લખ્‍યો છે. આ પત્રો સોનિયા ગાંધીએ ૨૦૦૮માં યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન મંગાવ્‍યા હતા. આ પત્ર રાહુલ ગાંધીને ૧૦ ડિસેમ્‍બરે વડાપ્રધાન મ્‍યુઝિયમના સભ્‍ય રિઝવાન કાદરીએ લખ્‍યો હતો. આ પત્રમાં કાદરીએ રાહુલ ગાંધીને સોનિયા ગાંધીને આપેલા પત્રો, ફોટો કોપી અને ડિજિટલ કોપી પરત કરવાની અપીલ કરી હતી. આ પહેલા મ્‍યુઝિયમે સપ્‍ટેમ્‍બરમાં સોનિયા ગાંધીને પત્ર પણ લખ્‍યો હતો.

પંડિત નેહરુના આ અંગત પત્રોને ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવે છે. અગાઉ આ પત્રો જવાહરલાલ નેહરુ મેમોરિયલ પાસે હતા, જે વર્ષ ૧૯૭૧માં નેહરુ મેમોરિયલ મ્‍યુઝિયમ અને લાઈબ્રેરીને આપવામાં આવ્‍યા હતા. હવે આ નેહરુ મેમોરિયલ મ્‍યુઝિયમ અને લાઈબ્રેરીને પ્રધાનમંત્રી મેમોરિયલ મ્‍યુઝિયમ અને લાઈબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે. માંગવામાં આવેલા કાગળોમાં પંડિત નેહરુ અને એડવિના માઉન્‍ટબેટન, આલ્‍બર્ટ આઈન્‍સ્‍ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજય લક્ષ્મી પંડિત, અરુણા અસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ વલ્લભ પંત વગેરે જેવી મહાન હસ્‍તીઓ વચ્‍ચેની વાતચીત અને પત્રવ્‍યવહારનો સમાવેશ થાય છે.

પ્રાઇમ મિનિસ્‍ટર મ્‍યુઝિયમ એન્‍ડ લાઇબ્રેરી સોસાયટીના સભ્‍ય રિઝવાન કાદરીએ સપ્‍ટેમ્‍બરમાં સોનિયા ગાંધીને એક પત્ર પણ લખ્‍યો હતો. રિઝવાન કાદરી આ મુદ્દે લાંબા સમયથી અવાજ ઉઠાવી રહયા છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ તીન મૂર્તિ ભવનમાં રહેતા હતા. તેમના મળત્‍યુ પછી, તીન મૂર્તિ ભવન નેહરુ સ્‍મારકમાં રૂપાંતરિત કરવામાં આવ્‍યું હતું, જે આજે વડા પ્રધાન મેમોરિયલ મ્‍યુઝિયમ અને પુસ્‍તકાલયમાં ફેરવાઈ ગયું છે. આ સ્‍મારકમાં પુસ્‍તકો અને દુર્લભ રેકોર્ડ્‍સનો સમળદ્ધ સંગ્રહ છે. પંડિત નેહરુના અંગત કાગળો સંબંધિત રેકોર્ડના કહેવાતા ‘૫૧ બોક્‍સ' સોનિયા ગાંધી દ્વારા મંગાવવામાં આવ્‍યા હતા. સપ્‍ટેમ્‍બરમાં સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કાદરીએ લખ્‍યું હતું કે, ‘પંડિત જવાહરલાલ નેહરુ અને તેમના પિતા પંડિત મોતીલાલ નહેરુએ મહત્‍વપૂર્ણ રેકોર્ડ્‍સ છોડી દીધા છે, જે સદભાગ્‍યે નેહરુ મેમોરિયલ મ્‍યુઝિયમ અને લાઇબ્રેરીમાં સચવાયેલા છે. રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્‍ય યોગદાન માટે ઊંડાણપૂર્વકના વૈજ્ઞાનિક અભ્‍યાસની જરૂર છે, જેના માટે સંપૂર્ણ રેકોર્ડ્‍સ સુધી પહોંચવું જરૂરી છે.' પત્રમાં, કાદરીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે ‘જવાહરલાલ નેહરુજી કોઈપણ રાજકીય પ્રભાવથી મુક્‍ત તેમના યોગદાનમાં નિષ્‍પક્ષ સંશોધનને પાત્ર છે.'

(4:57 PM IST)