તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટની ફેઝ 1ની કામગીરી શરૂ : જમીનથી 50 ફૂટ નીચે બેઝમેન્ટ બનાવાશે
ફેઝ-1માં 16 માળનું નવું મુખ્ય સ્ટેશન બિલ્ડીંગ બનાવવા માટે હાલના સ્ટેશનને સારંગપુર સાઈડમાંથી અડધું તોડી દેવાયુ :જમીનથી 15 મીટર નીચે એટલે કે લગભગ 50 ફૂટ નીચે સુધી ખોદકામ કરી બેઝમેન્ટ માટે ફાઉન્ડેશન ભરશે

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. અત્યારે ફેઝ-1માં 16 માળનું નવું મુખ્ય સ્ટેશન બિલ્ડીંગ બનાવવા માટે હાલના સ્ટેશનને સારંગપુર સાઈડમાંથી અડધું તોડી દેવામાં આવ્યું છે. તેની સાથો સાથ જમીનથી 15 મીટર નીચે એટલે કે લગભગ 50 ફૂટ નીચે સુધી ખોદકામ કરી બેઝમેન્ટ માટે ફાઉન્ડેશન ભરવામાં આવી રહ્યા છે. પિલર વર્ક પણ શરૂ કર્યું હોવાનું અધિકારીએ જણાવ્યું છે.
મુસાફરોને તકલીફ ન પડે તે માટે થઈને તબક્કા પ્રમાણે પ્લેટફોર્મ બંધ કરવામાં આવશે. તે પહેલાં અમદાવાદથી ઉપડતી ટ્રેનોને તબક્કાવાર સાબરમતી, અસારવા, મણિનગર, વટવા ખાતે રાજકોટ ખાતે ખસેડવામાં આવનાર છે. બિલ્ડિંગની કામગીરીમાં નડતરરૂપ મણિનગર સાઈડના ફૂટ ઓવર બ્રિજને પણ તોડી પાડવામાં આવશે. આ ટેમ્પરરી ફૂટ ઓવર બ્રિજની કામગીરી પણ પ્લેટફોર્મ નંબર 4-5 પર શરૂ કરી દેવા આવી છે. એ જ રીતે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં પછી પ્લેટફોર્મ નંબર 7 થી 9 ને પણ બંધ કરવાનું આયોજન છે. જેથી ત્યાંથી પણ સ્ટેશનની કામગીરી શરૂ કરી શકાય.
કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટની ફેઝ 1 ની કામગીરી શરૂ થઇ ગયું છે. ટ્રાફિક ઘટાડવા માટે થઈને કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધી બંને બ્રિજને જોડતો એક રોડ બનાવવામાં આવશે. આ રોડ માટે તૈયાર થનારા 59 પિલર માંથી અત્યારે 14 પિલરનું કામ પૂર્ણ થવાના આરે છે. આ રોડ તૈયાર થયા બાદ પેસેન્જરો નીચે રોડ પર આવ્યા વગર જ સીધા કાલુપુર બ્રિજથી કે સારંગપુર બ્રિજથી સ્ટેશન સુધી પહોંચી જશે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
