News of Monday, 16th December 2024
સરદાર પટેલના આત્મનિર્ભરતા-પારદર્શીતાના વિચારો નરેન્દ્રભાઇના નેતૃત્વમાં વધુ મજબુત બન્યાઃ ભુપેન્દ્રભાઇ
મુંબઇ ખાતે વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ-ર૦ર૪ માં મુખ્યમંત્રીએ કર્યુ સંબોધન

મુંબઇ, તા. ૧૬: ભૂપેન્દ્રભાઇ પટેલે મુંબઇમાં વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ આયોજિત વાર્ષિક સભામાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યુ હતું. દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનને અનુરૂપ ફયૂચરિસ્ટીક ડેવલપમેન્ટ સેક્ટર્સમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રિન્યુએબલ એનર્જી પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી જેવી પોલિસીઝના અમલથી ગ્રીન ફયુચર માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. આ ત્રિદિવસીય ફોરમમાં વિશ્વના અંદાજે ૪૦ દેશોના ૧૦૦૦થી વધુ હિન્દુ બિઝનેસ એન્ટરપ્રિનીયોર્સ સહભાગી થયા હતા.
લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ આયોજિત આ ફોરમમાં મુખ્યમંત્રીએ સરદાર સાહેબને ભાવાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ દેશની આઝાદી પછી અર્થવ્યવસ્થાને પારદર્શી અને આત્મનિર્ભર બનાવવામાં સરદાર સાહેબે આપેલા વિચારોનો આ તકે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, ગ્લોબલ ટેન્ડરીંગનો વિચાર ૧૦૦ વર્ષ પહેલા ૧૯૨૫માં સરદાર પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં આપ્યો હતો. એટલું જ નહિ સહકારિતાના વિઝન સાથે તેમણે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની પ્રેરણા આપીને દૂધ ઉત્પાદકોને શોષણથી બચાવી આત્મનિર્ભર બનાવ્યા હતા.
ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, સરદાર સાહેબના આવા આત્મનિર્ભરતા અને પારદર્શિતાના વિચારોને વધુ મજબૂત કરવાનું કાર્ય નરેન્દ્રભાઇ મોદીના નેતળત્વમાં થયું છે. તેમના નેતળત્વમાં પાછલા દશકમાં દેશની અર્થવ્યવસ્થાનું કદ લગભગ બમણું થઇ ગયુ છે અને ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. હવે તેમની વિઝનરી લીડરશીપમાં ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ દેશ ઝડપથી આગળ વધ્યો છે, એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ ડ્રાઇવીંગ ઇકોનોમીક ગ્રોથ વિષયક મનનીય વક્તવ્યમાં ગુજરાતે વડાપ્રધાનશ્રીના દિશા નિર્દેશનમાં કરેલા વૈશ્વિક વિકાસની ગ્રોથ જર્નીની ભાવક સ્તુતિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતને અઢી દાયકા જેટલા સમયથી નરેન્દ્રભાઇ મોદીના વિકાસ વિઝનનો લાભ મળ્યો છે.
આના પરિણામે ઇન્ડ્રસ્ટીયલ પ્રોડકશનમાં ૧૬ ટકા અને G.D.P.માં ૮ ટકાથી વધુ તેમજ નિકાસમાં ૩૦ ટકા જેટલા યોગદાનથી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ તરીકે સ્થાપિત થયુ છે. મુખ્યમંત્રીએ ઇર્મજિંગ સેક્ટર્સમાં પણ ગુજરાત લીડ લેવા સજ્જ છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, રાજ્યમાં ત્રણ સેમીકન્ડક્ટર્સ પ્લાન્ટ કાર્યરત થવામાં છે. દેશની પહેલી મેઇક ઇન ઇન્ડીયા સેમીકન્ડક્ટર ચીપનું નિર્માણ પણ ગુજરાતમાં થશે એમ તેમણે દ્ઢતાપૂર્વક ઉમેર્યુ હતું.
ધોલેરા SIR વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રકચર અને લોજીસ્ટિક્સ ફેસીલિટીઝને કારણે સેમીકન્ડક્ટર્સ તેમજ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ મેન્યુફેક્ચરીંગ સહિતના વિવિધ ᅠકારના ક્ષેત્રો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે તેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ વિકસીત ભારત@૨૦૪૭ ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને પાર પાડવામાં વિકસીત ગુજરાતથી અગ્રેસર રહેવા વિકસીત ગુજરાત@૨૦૪૭ વિઝન રોડ મેપ તૈયાર કર્યો છે, તેમ પણ ઉમેર્યુ હતું. ભૂપેન્દ્રભાઇ પટેલે ‘થિંક ઇન ફયુચર-થિંક ફોર ફયુચર'ની થીમ સાથે યોજાઇ રહેલી વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ-૨૦૨૪ ઉભરતા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકો માટે માર્ગદર્શન અને નેટર્વકિંગ પ્લેટફોર્મ પુરૂ પાડે છે તેની પ્રશંસા કરી હતી
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
