<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

ફણેણી ધામ સહિત ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત છ

મંદિરોની આરતિની જ્યોત સાથે ધૂન કરતા 10 હજાર ઉપરાંત હરિભકતો મેમનગર ગુરુકુલમાં પાંચસો કલાકની ધૂનમા જોડાશે


અમદાવાદ : SGVP ગુરુકુલના સંચાલક ગુરુવર્ય  શાસ્ત્રી માધવપ્રિયાદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને ઉપસ્થિતિમાં મેમનગર ગુરુકુલને આંગણે 2026મા 50 વર્ષ પુર્ણ થતા સુવર્ણ  મહોત્સવ ઉજવવા નક્કી કરેલ છે.

તે અનુસંધાનો તા.15 -12-2024થી તા.5-1-2025 દરમ્યાન 22 દિવસ સુધી 500 કલાકની અખંડ ધૂન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમગર ખાતે રાખવામાં આવી છે.

જેમાં પ્ર્થમ દિવસે 5000 હરિભકતો એચબી કાપડીયા સ્કુલથી સાંજે 4 કલાકે મંત્રયાત્રા પ્રસ્થાન કરશે.અને 6 કલાકે હાથમા ધર્મ ધ્વજ લઇ મંત્રગાન સાથે મેમનગર ગુરુકુલ આવી ધુનમાં જોડાશે.સાથે જ્યાં ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયમણમંત્ર ઘોષિત કર્યો  તે યાત્રા ધામ  ફણેણી  સહિત ભગવાન સ્વામિનારાયણે  સ્થાપિત છ મંદિરોની જ્યોત સાથે  10 હજાર ઉપરાંત હરિભકતો  ભગવાન સ્વામિનારાયણની ધૂન કરતા  ધૂનમા જોડાયા હતા.

(4:54 PM IST)