<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

કુવાડવા વાંકાનેર ચોકડીએ રેસ્‍ટોરન્‍ટમાં અને જંગલેશ્વરમાં મકાનમાં પીસીબીના દારૂના દરોડા

રોહિત અને પારસ ૨૪ બોટલ સાથે પકડાયાઃ શેરબાનુ રમના ચપલા સાથે પકડાઇ

રાજકોટ તા. ૧૬: શહેર પીસીબીની ટીમે બે અલગ અલગ દરોડામાં વ્‍હીસ્‍કી, રમની બોટલો સાથે એક યુવાન અને એક મહિલાને પકડયા હતાં. જેમાં કુવાડવા રોડ પર વાંકાનેર ચોકડી પાસે પટેલ ફેમિલી રેસ્‍ટોરન્‍ટમાં દરોડો પાડી રોહિત પરષોત્તમભાઇ ગોસ્‍વામી (ઉ.વ.૩૪-રહે. રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ, અમૃતધારા ફલેટ ત્રીજા માળે ૩૦૫) તથા પારસ ભરતભાઇ દોમડીયા (ઉ.વ.૨૮-રહે. ભાડલા તા. જસદણ)ને રૂા. ૧૨૦૦૦ના ૨૪ બોટલ દારૂ સાથે પકડી લીધા હતાં. રેસ્‍ટોરન્‍ટમાં દારૂની બોટલો રાખી વેંચાણ થતું હતું કે પીવા માટે લાવ્‍યા? તે અંગે વધુ તપાસ થઇ રહી છે.

બીજી તરફ જંગલેશ્વર-૧૭ નબસી પાન સામેની શેરીમાં આવેલા મકાનમાં દરોડો પાડી શેરબાનુ શહેજાદ અકબરભાઇ શેખ (ઉ.વ.૨૮)ને મેકડોવેલ નંબર-૧ રમના ૧૮૦ એમએલના રૂા. ૪૮૦૦ના ૪૮ ચપલા સાથે પકડી લેવાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અનુસાર પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ, સંતોષભાઇ, મહિપાલસિંહ, હરદેવસિંહ, હેડકોન્‍સ. ઘનુભા ચોૈહાણ, કરણભાઇ મારૂ, કિરતસિંહ, વિરેન્‍દ્રસિંહ, હરદેવસિંહ, કુલદિપસિંહ, રાહુલગીરી, ગિરીરાજસિંહ, કોન્‍સ. યુવરાજસિંહ, વિજયભાઇ, નગીનભાઇ, વાલજીભાઇ, દેવરાજભાઇ, હિરેનભાઇ, મનિષાબેન સહિતે આ કામગીરી કરી હતી.

(3:42 PM IST)