તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
ખાધ તેલ યુવા લોકોમાં લાવી શકે છે આંતરડાનું કેન્સર : વૈજ્ઞાનિકોની ચેતવણી
કરોડો લોકો વાપરી રહ્યા છે સૂર્યમુખી, કેનોલા, મકાઇ અને દ્રાક્ષના વીમાનું તેલ : તેના બદલે ઓલીવ અને એવાકાડોનું તેલ વાપરવા સલાહ

સરકારી ભંડોળ દ્વારા કરવામાં આવેલ એક અમેરિકન અભ્યાસ સૂચવે છે કે અમૂક પ્રકારના રસોઇના તેલ, યુવા અમેરિકનોમાં આંતરડાના કેન્સરને ઉતેજન આપી શકે છે.
સૂર્યમૂખી, કેનોલા, મકાઇ અને દ્રાક્ષના બીયા સહિતના વિવિધ પ્રકારના બીયાના તેલોનું મોટા પ્રમાણમાં સેવન શરીરમાં બળતરા સાથે સંકળાયેલું છે. પણ હવે આંતરડાના કેન્સર ધરાવતા ૮૦ થી વધુ દર્દીઓની ગાંઠોનું વિશ્લેષણ કરતા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તે આ રોગના સૌથી વધુ ઝડપથી વિકસતા સ્વરૂપોમાંના એકનું જોખમ વધારી શકે છે.
સંશોધકોએ શોધી કાઢયું છે કે દર્દીઓ ની ગાંઠોમાં બાયોએક્ટીવ લિપિડસનું ઉચ્ચસ્તર હોયᅠ છે.જ્યારે શરીરમાં બીજતેલ તુટે છે ત્યારે હો ખતરનાક ઓવાનું માનવામાં આવે છે.
તેઓ શરીરમાં બળતરાને પ્રોત્સાહન આપે છે, જે કેન્સરના વિકાસમાં મદદ કરે છે. અને તેઓ શરીરને કેન્સર સામે લડતા રોકે છે.
સંશોધકો લોકોને બીજ તેલના બદલે ઓલીવ અને એવોકાડો તેલ જેવા ઓમેગા -૩ ફેરી એસીડવાળા તેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી રહ્યા છે.
અમેરિકાના મોટા કેન્સર અને હદયરોગના સંગઠનો કહે છે કે એવા કોઇ પુરાવા નથી કે મધ્યમ માત્રામાં બીજનું તેલનું સેવન આમાં ફાળો આપે છે. પણ તે બળતરા જરૂર ઉત્પન્ન કરે છે. અને હદયરોગ તથા ડાયાબીટીસનું જોખમ વધારે છે એવા અભ્યાસના તારણોના લીધે તેમની સામે ઝુંબેશ વધી રહી છે.(
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
