News of Monday, 16th December 2024
હીરાજડિત ઘડિયાળ, સોનાનો હાર અને ૧૦ પાટલા : અનોખા ‘બાબા'
મહાકુંભમાં પર્યાવરણ બાબાનો અદભૂત અંદાજ

પ્રયાગરાજ, તા.૧૬: પ્રયાગરાજમાં જાન્યુઆરી ૨૦૨૫થી કુંભમેળો લાગી રહ્યો છે. ૧૩ જાન્યુઆરી ૨૦૨૫થી લાગનારા વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળામાં ઘણા નામી બાબાએ પહોંચવાનું શરુ કરી દીધું છે. આ બાબા મેળામાં આવતાં શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરશે. હાથમાં સોનાના પાટલા અને હીરાજડિત ઘડિયાળ પહેરનાર પર્યાવરણ બાબા પહોંચી ગયા છે.
મહામંડલેશ્વર અવધૂત બાબાનું અસલી નામ અરુણગિરી મહારાજ છે, પરંતુ તેમને એનવાયરમેન્ટ બાબા એટલે કે પર્યાવરણબાબા કહેવામાં આવે છે. જે અત્યાર સુધી સમગ્ર દેશમાં એક કરોડ છોડ લગાવી ચૂકયા છે અને તમામને પર્યાવરણ પ્રત્યે જાગળત કરવાનું કાર્ય કરે છે, આ જ કારણ છે કે આ વખતે કુંભમાં બાબા પોતાના શ્રદ્ધાળુઓને પર્યાવરણ પ્રત્યે જાગળત કરશે સાથે જ તેમની પાસે આવનાર શ્રદ્ધાળુઓને છોડ પણ ભેટ આપશે.
સંગમની રેતી પર આયોજિત થનાર આ કુંભમાં દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ શ્રદ્ધાળુ સામેલ થશે. ૧૨ વર્ષે થનાર ધાર્મિક આયોજનને ગ્રીન કુંભનું સ્વરૂપ આપવાની પહેલ કરવામાં આવી રહી છે. કુંભ મેળો ૨૦૨૫ની શરુઆત ભલે ૧૩ જાન્યુઆરીથી થાય પરંતુ સાધુઓનું અખાડામાં આવવાનો સિલસિલો શરુ થઈ ગયો છે. સાથે જ અખાડાએ છાવણી પ્રવેશ શરુ કરી દીધો છે.
અખાડાની શાન મહામંડલેશ્વર અને જાતભાતના સાધુ સંત પણ આવી રહ્યા છે. આ સાધુ સંતોમાં સામેલ મહામંડલેશ્વર અરુણગિરી મહારાજ છે. મહામંડલેશ્વરે પોતાના શરીર પર સોનાથી જડિત આભૂષણ પહેરેલા છે. જેમાં સોનાની માળા, અંગૂઠી અને હીરાજડિત ઘડિયાળ પણ સામેલ છે. એક નજરે જોવામાં બાબા ગોલ્ડન બાબાની જેમ દેખાય છે.
અરુણગિરી મહારાજ, પાયલટ બાબાના શિષ્ય છે અને આ બાબા દરેક સમયે ઘરેણાં પહેરેલા હોય છે. ૧૦ પ્રકારના રત્નથી જડિત કિંમતી અંગૂઠીઓ પહેરે છે અને ચાંદીનો એક ધર્મ દંડ રાખે છે. હાથમાં સોનાના ઘણાં કડા અને બાજુબંધ પહેરે છે અને સ્ફટિક અને ક્રિસ્ટલના કિંમતી કડા પણ ધારણ કરે છે. તેમના તમામ આભૂષણ ભગવાનની માન્યતા સાથે જોડાયેલા છે.
પર્યાવરણ બાબા કુંભમેળામાં આ વખતે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગળત કરવાના હેતુ સાથે પહોંચ્યા છે. મહાકુંભમાં જ્યાં તમામ સાધુ સંત લોકોને અધ્યાત્મથી જોડાયેલા કહાની, કિસ્સા અને કથાઓ સંભળાવશે ત્યાં આ બાબા પર્યાવરણથી જોડાયેલી મહત્ત્વપૂર્ણ વાતો સંભળાવતાં નજર આવશે. આ પહેલા પણ બાબાએ ઘણા અભિયાન પર્યાવરણને લઈને ચલાવ્યા છે અને ઘણા હજાર વળક્ષ લગાવી ચૂકયા છે. પર્યાવરણ બાબાએ આ વખતે મહાકુંભમાં ૫૧ હજાર ફળદાર વળક્ષ વહેંચવાનો સંકલ્પ લીધો છે. તેમનું કહેવું છે કે ‘આવો વળક્ષ વાવીએ જીવન બચાવીએ.'
આ કુંભમાં પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે બાયોડિગ્રેડેબલ સામગ્રી જેમ કે ડોના-પત્રને પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે અને પ્લાસ્ટિક મુક્ત કુંભ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહયો છે.મહાકુંભનું આ નવું રૂપ ન માત્ર શ્રદ્ધાળુઓની આસ્થાને મજબૂતી આપશે પરંતુ પર્યાવરણ સુરક્ષાના મહત્ત્વપૂર્ણ સંદેશને પણ ડિસ્પ્લે કરશે. બાબા પણ આ કુંભમાં પર્યાવરણ પ્રત્યે જાગળતતા ફેલાવશે. આ એક ચર્ચિત બાબા છે, જેમણે સિંઘસ્થ કુંભમાં તંત્ર પાસેથી ૩૪ દિવસ સુધી હેલિકોપ્ટર યજ્ઞની પરવાનગી માગી હતી. આ બાબા તેમના પહેરવેશના કારણે લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા રહે છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
