<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા ગુજરાત ગેસને લગતી તકલીફો બાબતે આવેદન અપાયું

જિલ્લા કલેક્ટર અને નાંદોદ ધારાસભ્યને રજૂઆત કરી ઘટતું કરવા જણાવ્યું

(ભરત શાહ દ્વારા )નર્મદા:અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લા દ્વારા ગ્રાહક જાગરણ પખવાડિયા નિમિત્તે રાજપીપળા ખાતે નર્મદા કલેક્ટરને ગુજરાત ગેસને લગતી રજૂઆત સાથે ગામમાં ટ્રાફિકની સમસ્યા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત ગેસ ફીલીંગે સ્ટેશન વાવડી તથા ધાનપોર ગામ પાસે છે, જે બંને ગેસ સ્ટેશનમાં ડિજિટલ પેમેન્ટ સીસ્ટમ છેલ્લા છ માસથી એજન્સીના માણસો દ્વારા ચલાવવામાં આવતી નથી, તેમજ તમામ જગ્યાએ ચાર ગેસ ફિલીંગ પંપ પૈકીનાં બે જ ફિલીંગ પંપ પોઈન્ટ ચલાવવામાં આવે છે, જેથી ગ્રાહકોનોના સમયનો બગાડ થાય છે. વાહનોની લાંબી લાઈનો લાગે છે. તેમજ લાઈનમાં નંબર આવ્યા બાદ જ ગ્રાહકોને ખબર પડે છે કે અહી ડિજિટલ પેમેન્ટ સીસ્ટમ બંધ છે. ઘણીવાર ગ્રાહકો પાસે રોકડા નાણાં ન હોવાથી ગેસ પુરાવ્યા વિના જ પાછું ફરવું પડે છે.આવા સંજોગોમાં ગ્રાહકોનો સમય અને શક્તિ વેડફાય છે. જેથી અમારા  સંગઠનની માંગ છે કે બંને ગેસ ફીલીંગ સ્ટેશનન વાવડી તથા ધાનપોરમાં ચારેય ફીલીંગ પોઈન્ટ ચાલુ કરવામાં આવે તેમજ ડિજિટલ સીસ્ટમ જેવી પેમેન્ટ સિસ્ટમ ચાલુ કરાવવા જરૂરી આદેશો આપવા વિનંતી છે.
નર્મદા કલેક્ટરની સાથે સાથે આ રજૂઆત નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ને પણ કરવામાં આવી છે. આવેદનમાં પંચાયત ટોલી પ્રાંત કારોબારી અધ્યક્ષ પ્રવિણસિંહ ગોહિલ નર્મદા જિલ્લા અધ્યક્ષ સુજલ  મિસ્ત્રી જિલ્લા મહામંત્રી યોગેશભાઈ ભાલાણી, મહામંત્રી કૈલાશભાઈ ભાવસાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.


 

(11:23 PM IST)