<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

સુરેન્‍દ્રનગરની ૧૪ વર્ષીય તરૂણી ગૂમ : ભારે શોધખોળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧૬ :   સુરેન્‍દ્રનગરના સાયલામાંથી ગત ઓક્‍ટોબર મહિનામાં ૭ વર્ષની એક બાળકી ગુમ થઈ હતી, જે ૪ દિવસ બાદ રાજકોટમાંથી હેમખેમ મળી આવી હતી. હવે સુરેન્‍દ્રનગરના રતનપર વિસ્‍તાર માંથી ૧૪ વર્ષીય બાળકી ગુમ થયાની ઘટના ઘટી છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આ બાળકી ગુમ થયાની તેના પરિવારજનોએ ૧૫ દિવસ પહેલા ફરિયાદ લખાવી હોવા છતાં  કોઈ કાર્યવાહી નથી કરી.

 સુરેન્‍દ્રનગરના રતનપર વિસ્‍તારમાંથી રતનપર શાળા નંબર - ૧ નજીકથી તન્‍વી નામની ૧૪ વર્ષીય બાળકી ગુમ થઈ હતી. બાળકી ઘરે પરત ન ફરતા બાળકીના પરિવારજનોએ જોરાવરનગર પોલીસ સ્‍ટેશનમાં ૧૫ દિવસ પહેલા ફરિયાદ લખાવી હતી. બાળકી ગુમ થયાના ૧૫ દિવસ થવા છતાં કોઈ કાર્યવાહી કરી નથી.

 રાજ્‍યમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓ સુરેન્‍દ્રનગર જિલ્લામાં પોકળ સાબિત થયા છે. હવે તો ઘરમાં રહેલી નાની બાળાઓ પણ સુરક્ષિત ન હોવાનો ઘાટ સર્જાયો છે.  આ બાળકીને કોણ ઉઠાવી ગયું તે પોલીસ અને પરિવાર માટે સળગતો સવાલ છે. આ બાળકીને જલ્‍દી શોધી કાઢવા પરિવારજનોએ પોલીસ સમક્ષ માંગ કરી છે.

(11:40 AM IST)