<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

પ્રિ.પ્રાઇમરી શાળાના રજીસ્ટ્રેશન માટેના નિયમો હળવા કરવા ડો.પ્રિયવદન કોરાટની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી ડો.પ્રિયવદન કોરાટે મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆતમા જણાવેલ છે કે, સરકારશ્રી દ્વારા નવી અથવા કાર્યરત પ્રાથમિક શાળામાં પ્રિ.પ્રાઇમરી વિભાગ શરૂ કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને રજિસ્ટર્ડ ભાડા કરાર જેવી જોગવાઇઓ જૂની શાળાઓ માટે અમલ કરવો શક્ય ન હોય, અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં શરૂ થયેલી શાળાઓમાં ભાડા કરાર સાદા કાગળ ઉપર, સ્ટેમ્પ પેપર ઉપર કે નોટરી દ્વારા કરવામાં આવેલ હતા, અમારી ઉત્તમોતમ જાણ મુજબ મકાન ભાડાને કારણે કોઈ શાળા-મંડળને વિવાદ થયો હોય એવું હજુ સુધી અમારા ધ્યાને આવેલ નથી, ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં ધોરણ -૮નો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થતાં શાળા દ્વારા માત્ર સોગંદનામું રજૂ કર્યે પ્રાથમિક શાળામાં ધોરણ -૮ મંજૂર કરવા માટેની જોગવાઈ કરવામાં આવેલ હતી, આ સંજોગોએ હાલ કાર્યરત પ્રાથમિક શાળાઓમાં ભૂતકાળમાં જેમ ધોરણ -૮ની મંજૂરી માત્ર સોગંદનામું રજૂ કર્યેથી આપવામાં આવેલ તેવી જ રીતે પ્રિ. પ્રાઇમરીની મંજૂરી-નોંધણી કરવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ડો.કોરાટે આ અંગે શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર તથા ડો.પ્રફૂલભાઈ પાનસુરીયાને પણ આ પ્રશ્ને ધ્યાન દોરેલ છે.

(5:37 PM IST)