તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
સીરિયા બાદ હવે જોર્ડન પર તોળાઈ રહ્યું છે સંકટ : કિંગ અબ્દુલ્લાના શાસન સામે જોખમ સર્જાઈ શકે
સીરિયામાં વિદ્રોહીઓને પ્રોત્સાહન જોર્ડનમાં પણ કટ્ટરપંથને ઉત્તેજન આપી શકે : ઈઝરાયેલે ચિંતા વ્યક્ત કરી

સીરિયામાં વિદ્રોહિઓ દ્વારા બશર અલ-અસદના શાસનનો અંત આવ્યા બાદ હવે વધી એક ઈસ્લામિક દેશમાં પણ આ પ્રકારનું સંકટ તોળાઈ રહ્યું છે. ઈઝરાયેલે ચિંતા વ્યક્ત કરી છે કે સીરિયામાં વિદ્રોહીઓને પ્રોત્સાહન જોર્ડનમાં પણ કટ્ટરપંથને ઉત્તેજન આપી શકે છે.
જેથી કિંગ અબ્દુલ્લાના શાસન સામે જોખમ સર્જાઈ શકે છે. આ ચિંતાઓ વચ્ચે ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ જોર્ડનનો પ્રવાસ કર્યો છે. ઈઝરાયેલની કેબિનેટમાં આ અંગે વ્યાપક ચર્ચા થઈ છે કે સીરિયાના સંઘર્ષ જોર્ડનમાં નિષ્ફળ કરી શકે છે, જેની સીધી અસર ઈઝરાયેલ પર થશે.
ઇઝરાયેલની સુરક્ષા એજન્સી શિન બેટના વડા રોનેન બાર અને IDF ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટના વડા મેજર-જનરલ શ્લોમી બાઈન્ડરે તાજેતરમાં જોર્ડનની મુલાકાત લીધી હતી. આરબ રાજદ્વારીઓએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.જેરુસલેમ પોસ્ટે એક અરબ રાજદ્વારીને ટાંકીને કહ્યું કે ઇજિપ્ત, જોર્ડન અને પડોશી દેશોના અધિકારીઓ સીરિયા પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
આરબ જગતમાં એવો ભય વધી રહ્યો છે કે સીરિયામાં વિદ્રોહની સફળતા અન્ય દેશોમાં ઇસ્લામિક હિલચાલને પ્રોત્સાહન આપી શકે છે. રાજદ્વારીએ કહ્યું કે 'સીરિયન વિપક્ષની રેટરિક અત્યાર સુધી મધ્યમ રહી છે, પરંતુ ભવિષ્ય વિશે કહેવું મુશ્કેલ હશે
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
