તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
ગોંડલના રીબમાં કુતરા બાબતે વિજયસિંહ જાડેજા પર ભાઇ અને ભત્રીજાઓનો હુમલો
તમારુ કુતરૂ કેમ અમારી વાડીમાં આવ્યું? કહી નીરૂભા સહિતે છરી ઝીંકી

રાજકોટ તા. ૧૬: ગોંડલના રીબ ગામે રહેતાં અને ખેતી કરતાં વિજયસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.૪૭) પર તેમના કાકાના દિકરા ભાઇ નીરૂભા જાડેજા અને બે ભત્રીજા હાર્દિકસિંહ તથા રવિરાજસિંહે હુમલો કરી છરીથી હાથે, પગે ઇજા પહોંચાડતાં અને ઢીકાપાટુ મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.
વિજયસિંહે જણાવ્યું હતું કે મારી અને મારા કાકાના દિકરા ભાઇની વાડી બાજુ બાજુમાં છે. મારો પાળેલો કુતરો પિત્રાઇ ભાઇની વાડીમાં જતાં તેણે તારો કુતરો અહિ આવવો ન જોઇએ તેમ કહી ઝઘડો કર્યો હતો અને બાદમાં તેણે અને બે ભત્રીજાએ મળી મારા પર છરીથી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે જાણ કરતાં ગોંડલ તાલુકા પોલીસે વિશેષ કર્યાવાહી કરી હતી.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
