તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
દિલ્હીમાં શિમલા કરતાં વધુ ઠંડી પડી :યુપીમાં શીત લહેર ભુક્કા બોલાવશે
દિલ્હીમાં તાપમાન 4.9 ડિગ્રીએ પહોંચી ગયું:દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા અને ગુડગાંવમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત :કોલ્ડવેવના કારણે યુપી, હરિયાણા અને પંજાબમાં પણ ઠંડી વધશે, તાપમાન 2-5 ડિગ્રી સેલ્સિયસ રહી શકે

નવી દિલ્હી :રાજધાની દિલ્હીમાં ઠંડીનું મોજુ યથાવત છે. રવિવારે દિલ્હીમાં શિમલાની સરખામણીમાં ઠંડી વધુ હતી. દિલ્હીનું તાપમાન 4.9 ડિગ્રી નોંધાયું હતું. ઠંડી હવે પહાડી રાજ્યોમાંથી થઈને મેદાની વિસ્તારોમાં પ્રવેશી રહી છે.
સોમવારે દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા અને ગુડગાંવમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન પાટનગરનું મહત્તમ તાપમાન 22-24 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 4-7 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ધુમ્મસના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડીના કારણે લોકો ધ્રૂજી ઉઠશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં મહત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
હવામાન કેન્દ્ર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે રાયસેન, રાજગઢ, ખંડવા, શાજાપુર, ઉમરિયા, મંડલા, સિવની, નૌગાંવ, અનુપપુર, નીમચ, શિવપુરી, સિંગરૌલી, પચમઢીમાં શીત લહેરની અસર જોવા મળી હતી. ભોપાલ, સિહોર, શહડોલ, જબલપુરમાં તીવ્ર શીત લહેર જોવા મળી હતી.
ભોપાલ, પચમઢી, રાયસેન, રાજગઢ, જબલપુર, મંડલા, નૌગાંવ, ઉમરિયા અને માલાજખંડમાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રીથી ઓછું હતું. હવામાનશાસ્ત્રીઓના મતે હજુ બે દિવસ ઠંડી આટલી જ તીવ્ર રહેવાની શક્યતા છે. જે બાદ મામૂલી રાહતની અપેક્ષા છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
