તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
મનપાની લાઈબ્રેરીઓમાં ૩૦૦થી વધુ સભ્યોનો ઉમેરો નવેમ્બરમાં ૩૯, ૮૬૮ લોકોએ જ્ઞાનપિપાશા સંતોષી

રાજકોટ, તા.૧૬: મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી પ્રભાદેવી.જે. નારાયણ પુસ્તકાલય શિક્ષણ સમિતિ કેમ્પસ, કરણપરા ચોક, શ્રી દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય,વોર્ડ નંબર ૨ની વોર્ડ ઓફિસની બાજુમાં શ્રોફ રોડ, શ્રી બાબુભાઈ વૈધ લાયબ્રેરી, બાપા સીતારામ ચોકની બાજુમાં, પેરેડાઇઝ હોલ સામે, ડો. બાબા સાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, જીલ્લા ગાર્ડન, બહેનો અને બાળકો માટેની મોબાઈલ લાઈબ્રેરી યુનિટ ૧ તથા ૨, મહિલા વાચનાલય, મહિલા એકટીવિટી સેન્ટર, નાના માવા, ચાણકય લાઈબ્રેરી, ગોવિંદ બાગ શાકમાર્કેટ સામે, ઈસ્ટ ઝોન, માં એક માસ દરમ્યાન કુલ ૩૯,૮૬૮ મુલાકાતીઓ એ લાભ લીધેલ હતો.
આ એક માસ દરમ્યાન ૩૦૧ નવા સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. સભ્યોની માંગણી અને નવ પ્રકાશિત વિવિધ વિષયોનાં પુસ્તકો, બાળ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, નવલકથા, નવલિકાની સાથે સાથે વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો મળી કુલ ૭૫૦ પુસ્તકો, તથા બાળકો માટે વિવિધ પ્રકારના ૧૦૦ જેવા રમકડા, પઝલ્સ, ગેઈમ્સ વગેરે ઈશ્યુમાં મુકવામાં આવેલા છે. નવેમ્બર માસ દરમ્યાન ૯૭૪ મેગેઝીનની વાંચકો માટે ખરીદી કરવામાં આવેલ.
આ સુવિધાઓનો શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્ન મનપા સંચાલિત લાઈબ્રેરીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેનો નાગરિકો એ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
(3:31 PM IST)










