<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ: બે દિવસમાં ભયાનક ઠંડી શરૂ થશે: દસ રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી : બે દિવસમાં ભયાનક ઠંડી પડશે, દસ રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી, સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયેલું રહેશે, જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ, ડિસેમ્બર કંપાવનારો રહેશે : અમેઠીમાં જાનની મોટરને ટ્રક સાથે અકસ્માત: ત્રણ જાનૈયાઓના મોત: પાંચને ઇજા : ઉત્તરપ્રદેશના અમેઠીમાં રાતે મોટો અકસ્માત: ૩ના મૃત્યુ ૫ને ઈજા, લગ્ન સમારંભમાં હાજરી આપી પરત ફરી રહેલા જાનૈયાઓની મોટરને ટ્રક સાથે ભયાનક અકસ્માત નડ્યો હતો. : મસ્જિદનો સર્વે કરવા વિરુદ્ધ થયેલ અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : ઉત્તર પ્રદેશના સંભલમાં મસ્જિદનો સર્વે કરવા વિરુદ્ધ થયેલ અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ..9:31 AM IST

મશાલ રેલી દુર્ઘટના : ૧૨ની સ્‍થિતિ ગંભીર મધ્‍યપ્રદેશના ખંડવા ખાતે આતંકવાદ વિરોધમાં મશાલ રેલીનું આયોજન થયુ હતું. આ મશાલ રેલી દરમિયાન સળગતી મશાલ ઉંધી પડતા લોકો ઉપર તેલ રેડાયુ હતું અને આગ ભભૂકી ઉઠેલ જેના લીધે ૧૨ લોકોની સ્‍થિતિ ગંભીર છે. ૫૦ થી વધુ લોકો દાઝી ગયા છે. રેલીમાં ભારે નાશભાગ મચી ગઈ હતી. મશાલ રેલીમાં ૧૦૦૦ મશાલો હતી જેમાંથી ૨૦૦ સળગાવવામાં આવી હતી. મશાલમાં લાકડાનો વહેર અને કપૂરનો ભૂક્કો મિક્‍સ કરવામાં આવેલ જેના લીધે આગ વધુ ભડકી હતી. મશાલ રેલીનું આયોજન રાષ્‍ટ્રભકત વીર યુવા મંચે કર્યુ હતું. આતંકવાદ વિરોધી આ કાર્યક્રમમાં તેલંગણાના ભાજપ નેતા ટી. રાજા અને પヘમિ બંગાળ ભાજપના પ્રવકતા નાજીયા ખાન પણ સામેલ હતા. મશાલ રેલીનું નેતૃત્‍વ હિન્‍દુવાદી નેતા અશોક પાલીવલ કરી રહ્યા હતા. ઘંટાઘર ચોક ઉપર મશાલ રેલીની સમાપન દરમિયાન લોકો એક પછી એક મશાલ મૂકવા લાગ્‍યા હતા ત્‍યારે કેટલીક મશાલો ઉંધી થઈ જતાં આગ વિજળીક ઝડપે પ્રસરી ગઈ હતી અને અનેક લોકો તેમાં સળગી ગયા હતા. મોટી સંખ્‍યામાં પોલીસ જવાનો પહોંચી ગયા હતા. આગને ગમે તેમ કરીને કાબુમાં લેવામાં આવેલ. દાઝી ગયેલાઓમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે. 1:29 PM IST

દિલ્હી વિધાનસભાના શિયાળુ સત્રનો પ્રારંભ : દિલ્હી વિધાનસભાના શિયાળુ સત્રની આજથી શરૂઆત થઈ છે, ભારે ધાંધલ ધમાલની શક્યતા.. : પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે કે કેમ ? આજે નિર્ણય : આઈસીસી ની બેઠક આજે શરૂ થઈ રહી છે જેમાં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે કે કેમ તેનો નિર્ણય લેવામાં આવશે. : મહારાષ્ટ્રના સીએમ અંગે મુંબઈમાં મહત્વની બેઠક તેમાં જ નિર્ણય લેવાશે: એકનાથ શિંદે : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સંબંધી આજે એક બેઠક મુંબઈમાં યોજાઇ રહી છે તેમાં જ મુખ્યમંત્રી અંગેનો નિર્ણય લેવાશે તેમ એકનાથ શિંદેએ જણાવ્યું છે : નરેન્દ્રભાઈ મોદી આજે વિશાખાપટનમમાં : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વિશાખાપટનમમાં ગ્રીન હાઈડ્રોજન હબનું શિલારોપણ કરી રહ્યા છે9:31 AM IST