<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

પાલનપુરમાં સરકારી લાઇસન્સ સર્વેયર ભાવેશ પતાણી અને રામાભાઇ ચૌધરી એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ફરિયાદીની જમીન માપણી કરી બંને આરોપીઓએ ભેગા મળી રૂ.૧,૦૦,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માગણી કરેલ

પાલનપુરમાં સરકારી લાઇસન્સ સર્વેયર ભાવેશ પતાણી અને રામાભાઇ ચૌધરી એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા  છે ફરિયાદીની જમીન માપણી કરી બંને આરોપીઓએ ભેગા મળી રૂ.૧,૦૦,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માગણી કરેલ હતી

   આ કામના ફરીયાદીની ખેતીની જમીન પ્રમોલગેશન થતાં ક્ષેત્રફળ માં ફેરફાર  થયેલ જે સુધારો કરવા ડી.આઈ.એલ.આર. (જીલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ) કચેરીમાં અરજી આપેલ જે અરજી તપાસ સારું સરકાર માન્ય લાયસન્સી સર્વેયર આરોપી નં. ૧ ને ફાળવતા આરોપી નં.૧ તથા ૨ નાઓએ ફરિયાદીની જમીન માપણી કરી બંને આરોપીઓએ ભેગા મળી રૂ.૧,૦૦ ,૦૦૦-ની ગેરકાયદેસર લાંચની માગણી કરેલ,
     જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય, જેથી ફરીયાદીએ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નં.૦૧ નાઓએ ફરિયાદી સાથે સ્થળ ઉપર વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી પકડાઇ જઇ ગુનોકર્યો હતો

  ટ્રેપિંગ અધિકારી એન. એ. ચૌધરી,પોલીસ ઇન્સ્પેકટર,બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર. સુપરવિઝન અધિકારી કે. એચ. ગોહિલ, મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ. રહ્યા હતા

(7:17 PM IST)