સમાચાર ફટાફટ

ખંભાત - સોખડા રોડ પર ગોજારો અકસ્માત : 4સવારી બાઇક અને ટ્રેકટર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં દેહડા ગામના 4 લોકોના મૃત્યુ થયાનું જાણવા મળે છે : સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.: (10:17 pm IST)

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 10 મહિનાના એક બાળક સહિત 5 પાકિસ્તાની બાળકોને ભારતમાં સારવાર માટે મેડિકલ વિઝા આપવા માટે જાહેરાત કરી હતી. મેડિકલ વિઝા માટે 2 અન્ય પાકિસ્તાની નાગરિકોની વિનંતી પણ સ્વીકારી છે ભારત સરકારે એમ એમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું.: (10:03 pm IST)

નેધરલેન્ડના શિફોલ એરપોર્ટમાં પોલીસે ગોળીબાર કરીને , ચાકુ સાથે એરપોર્ટમાં ઘુસેલા વ્યક્તિની ધરપકડ કરી : સુરક્ષાના કારણોસર એરપોર્ટ ખાલી કરાવાયું : પોલીસે એલર્ટ જાહેર કર્યું: (9:57 pm IST)

સિન્ટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ પર FEMA અંતર્ગત, પનામા પેપર લીક મામલે EDએ કાર્યવાહી કરી છે. સિન્ટેક્ષ કંપનીની 48 કરોડની સંપત્તિ EDએ જપ્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.: (7:42 pm IST)

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી )એ આજથી હરિદ્વારના હર કી પૌડી, ઋષિકેશ અને ઉત્તરકાશીના ઉપલા વિસ્તારના ગંગાથી અડીને આવેલા વિસ્તારોમાં પ્લાસ્ટિક પ્રોડક્ટ્સની ખરીદી અને સંગ્રહના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. એનજીટી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદનો (પોલીઈથીલીન, પ્લેટ્સ, ચમચી સહિત) ના ઉપયોગ, ખરીદી અને સંગ્રહ કરવા પર ₹5000 નો દંડ કરવામાં આવશે.: (4:53 pm IST)

કેન્દ્રીય કેબિનેટ શુક્રવારે એક મુસ્લિમ મહિલા (લગ્ન અધિકારોનું રક્ષણ) બિલ પસાર કરેલ છે, જેમા એક જ સમયે ત્રણ તલ્લાકને બિનજામીનપાત્ર અપરાધો જાહેર કર્યા છે.: (4:47 pm IST)

નાના પાટેકરનું ટ્વીટ વાયરલ થયું : ભગવાનનો પાડ માનું છું કે કોંગ્રેસે તેના પક્ષ પ્રમુખની ચૂંટણીમાં ''ઈવીએમ'' મશીનનો ઉપયોગ કર્યો નથી. નહિં તો શ્રી અમિત શાહ આજે કોંગ્રેસ પક્ષના પ્રમુખ હોત!!: (4:06 pm IST)

ક્રિકેટર અજિકય રહાણેના પિતાની ધરપકડઃ ગઈકાલે ગાડી સાથે થયેલ ટકકરમાં સારવાર હેઠળ રહેલ મહિલાનું મોત : (4:05 pm IST)

વલસાડમાં સ્‍કુલ પાસે ટ્રેકટર ચાલકે માતા પુત્રીને હડફેટે લેતા ૪ વર્ષની માસુમ પુત્રી નું મોત : માતાની હાલત ગંભીર અરેરાટી : (3:52 pm IST)

જીત સત્‍યની થશેઃ હાર્દિક પટેલે ટવિટ કરી કહયુ કે જીત સત્‍યની થશેઃ ઉપરવાળાને ત્‍યાં દેર છે અંધેર નથી: (12:58 pm IST)

કેરળમાં કાયદાનો અભ્‍યાસ કરતી દલિત વિદ્યાર્થીની પર રેપ - હત્‍યા : દોષિત અમીરૂલ ઈસ્‍લામને મોતની સજા: (10:44 am IST)

ચુંટણીની તાલીમમાં ગેરહાજર રહેનાર કર્મચારીઓ ઉપર પંચમહાલ ચૂંટણી અધિકારીની લાલ આખઃ પપ કર્મચારીઓને લેખિતમાં ખુલાસો કરવાની નોટીસથી ખળભળાટ : કર્મચારીઓમાં ફફડાટ: (3:52 pm IST)

આજે બપોરે ૨.૩૦ કલાકે શકિતપીઠ અંબાજી ખાતે માં અંબેના દર્શન કરવા હાર્દિક પટેલ પહોંચશેઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાત: (12:59 pm IST)

ઉપરાષ્‍ટ્રપતિ વૈકેયા નાયડુનું સભાપતિ તરીકે તથા ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિતભાઇ શાહનું સભ્‍ય તરીકે રાજયસભામાં પદાર્પણ: (12:58 pm IST)

શરદ યાદવ તથા અલી અનવરની રાજયસભાની સદસ્‍યતા રદ : વિપક્ષનો હંગામોઃ ગૃહ ૧ વાગ્‍યા સુધી મુલત્‍વી: (12:58 pm IST)

સુપ્રિમ કોર્ટે બેન્‍ક એકાઉન્‍ટ અને મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવાની અવધી ૩૧ માર્ચ સુધી વધારી: (12:57 pm IST)

તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટનો ઝટકો, એકાઉન્ટ સીઝ કરવા સામેની અરજી કરાઇ રદ્દ: (11:55 am IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા આવ્યા બાદ આજે ખૂલતા બજારે સેન્સેક્સમાં 300 અને નિફ્ટીમાં 90 અંકનો ઉછાળો: (11:50 am IST)

ભારતને મળી મોટી સફળતાઃ આંતરરાષ્‍ટ્રીય મંચ ઉપર ત્રાસવાદ વિરોધી ઠરાવ પસાર: (11:48 am IST)

મધ્‍યપ્રદેશમાં માર્ગ અકસ્‍માતનો ભોગ બનેલાને મદદ કરી રહેલા લોકો ઉપરથી ડમ્‍પર પસાર થતા ૭ના મોત : (10:46 am IST)

ઈડી દ્વારા ફેમા કેસમાં કાશ્‍મીરી અલગતાવાદી નેતા અલી શાહ ગિલાનીને સમન્‍સ જારી કરાયા ગિલાનીને ઈડી સમક્ષ ૧૮ ડિસેમ્‍બરે હાજર રહેવા ફરમાન: (10:46 am IST)

જયલલીતાના મોતની તપાસઃ ભત્રીજી દીપાએ પંચને કહ્યુ તેમની ફોઈ પર હુમલો કરાયો હશે : શશીકલાના આખા પરીવારની તપાસ કરો: (10:45 am IST)

રાજકોટમાં પુનઃ જૂની પરંપરા જીવંત બની : ‘બેઠો જમણવાર...': રાબડીયા પરિવારે આજના બુફેના જમાનામાં જૂનો ચીલો પુનર્જિવીત કર્યો : પલોઠી મારી, નીચે બેસી જાનને અભૂતપૂર્વ પ્રેમથી જમાડી : ગાદી - બાજોઠનો ઉપયોગ : જાનનું સ્‍વાગત અનાનસ - જામફળ - હાથલા થોરના જાતે બનાવેલ જ્‍યુસથી કર્યુ : વરાળીયુ પીવડાવ્‍યુ : એલ્‍યુમિનિયમનો વપરાશ ટાળ્‍યો : ૫૦ કિલો દેશી ગાયનું ઘી વાપર્યુ : વલોણા પદ્ધતિથી છાશ બનાવી : તેમના ઘરમાં ટીવી નામનો શખ્‍સ પ્રવેશી શકયો નથી : સંયુકત પરિવારમાં ૧૪ સભ્‍યો આજે પણ સાથે રહે છે : કોઈને કોઈ જાતનું વ્‍યસન નથી : ન્‍યુઝ પેપર તેમના ઘરમાં આવતુ નથી : ચા - કોફી - ફટાકડા - પ્‍લાસ્‍ટીકના વાસણો- અખાદ્ય પદાર્થોનો ઉપયોગ ન થાય તેની કાળજી લીધી.. (4:55 pm IST)

અકિલા સોશ્યિલ મીડિયા