તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
યુનિવર્સિટી રોડ પર ધરમનગરના મહેશ સિંધવને ધોકા-પાઇપના ઘા ફટકાર્યાઃ હાથ-પગ ભાંગી ગયા : ચાપડી ઉંધીયુ જમીને જવાની તૈયારીમાં હતો ત્યાં જ દાનાએ પાછળથી પકડી લીધો ભાઇબીજની રાતે જુના મનદુઃખનો ખાર રાખી દાના, ગોપાલ, લાલો, મનોજ તૂટી પડયાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો તે મને બહુ છરી મારેલી છે, આજે જીવતો નથી જવા દેવો કહી બેફામ ફટકાર્યો1:04 PM IST
ચંદ્રેશનગર ક્વાર્ટરમાં રિક્ષાચાલક સંજય પર ઘટલો અને હાર્દિક કાળીયાનો હુમલો : હું ઘટલો બોલું, તું કેમ મારી સાથે વાત કરતો નથી? કહી ફોનમાં ગાળો દીધી પછી રૂબરૂ આવ્યો વચ્ચે પડેલા સંજયના મામાના દિકરા હીરેનને પણ પાઇપ ફટકાર્યોઃ ઘટલાને સંજયની મિત્રની બહેન સાથે સંબંધ હોઇ તે બાબતે માથાકુટઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો12:33 PM IST
ધોકાને દિવસે ગાંધીગ્રામની રૂબીનાને પ્રેમી શહેજાદે ધોકાથી ફટકારી લોહીલુહાણ કરી : દિવાળીની રાતે પ્રેમી સાથે ફોનમાં વાત કરતી હતી ત્યારે પ્રેમીની પત્નિએ ફોન લઇ લેતાં બોલાચાલી થતાં જામી પડી ભાવનગર રોડ પર આવેલા પ્રેમીના ડેલે જતાં તેણે બીજા શખ્સ, બે મહિલાને બોલાવી-તું મારું ઘર ભંગાવે છે, કજીયા કરાવે છે કહી બેફામ મારકુટ કરીઃ થોરાળા પોલીસે ચાર જણા સામે ગુનો દાખલ કર્યો12:27 PM IST
લક્ષ્મીજીનું સ્વાગત12:08 PM IST
નોકરીએ જઇ રહેલા આંબેડકરનગરના ૬૩ વર્ષિય મુળજીભાઇ દાફડાનું ‘હિટ એન્ડ રન'માં મૃત્યુ થયું : આસ્થા ચોક ડો. આંબેડકર સર્કલ નજીક બેસતા વર્ષની વહેલી સવારે બનાવ સિક્યુરીટી ગાર્ડ તરીકે મવડીમાં નોકરી કરતાં હતાં: સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દેતાં પરિવારમાં શોકઃ માલવીયાનગર પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા કાર ચાલકની શોધખોળ આદરી12:25 PM IST
રાત્રે જલારામ ધ્વજ વિતરણ4:15 PM IST
શ્રી ઘંટાકર્ણ શકિતપીઠ (સૌરાષ્ટ્ર મહુડી) ખાતે રૃપ ચૌદસ નિમિત્તે ભવ્ય હોમવિધાન ભકિતભાવપૂર્વક સંપન્ન : પૂજ્ય જૈનાચાર્ય ભગવંતોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોકત વિધિનું આયોજન : સૌરાષ્ટ્ર સહિત અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો જોડાયાઃ ટ્રસ્ટી રંજનબેન પટેલની આગેવાનીમાં સમગ્ર આયોજન યોજાયું3:26 PM IST
તહેવારની રજામાં માંડી દીધા જૂગારના પાટલાઃ ઘરમાં, જાહેરમાં જુગટૂ રમતાં ૮ મહિલા સહિત ૩૫ પકડાયા : ડીસીબીનો કોઠારીયા રોડ કૈલાસપાર્કમાં નીલમબેનના ઘરમાં દરોડો-૧૦ પકડાયાઃ માલવીયાનગર પોલીસના આંબેડકરનગરમાં વિનેશ બથવારના ઘરમાં અને મનિષ ઝરીયાના ઘરમાં દરોડોઃ બંને સ્થળેથી ૭ અને ૮ જણા પકડાયાઃ થોરાળા પોલીસે આકાશદીપ પાસેથી ૬ને પકડયાઃ આજી વસાહત પાસેથી ૪ને પકડયા, ૩ ભાગી ગયા4:13 PM IST
રાજકોટ: લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપના આંતરિક વિવાદ અને હોદ્દેદારોની નિયુક્તિનો ગરમાવો : સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો વધારતી રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચૂંટણી પૂર્ણ થયાના મહિનાઓ વીતી જવા છતાં હજુ સુધી હોદ્દેદારોની નિમણૂક ન થતાં રાજકારણ ગરમાયું છે.4:13 PM IST
રેલનગરમાં ધોકાની રાતે બે ટાબરીયાની બબાલ પછી મોટેરાઓની બબાલઃ રાજેન્દ્રસિંહ પર બેટથી હુમલો : રાજેન્દ્રસિંહ ચોૈહાણને માથામાં ઇજાઃ તેમના પત્નિને ઢીકા-પાટુનો માર મારી ગાળો ભાંડીઃ પાડોશી બાલેન્દ્રસિંગ યાદવ, તેના પત્નિ મોતીજારીદેવી, પુત્રવધૂ કમલાદેવી અને સગીર સામે પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો12:13 PM IST
નવા વર્ષે પણ લીફટ બંધ જ રહી !4:15 PM IST
કલારિયા (સૈયદ) ગામે અનવરમિયા બાપુનો ઉર્ષ 3:52 PM IST
આપઘાતના પ્રયાસના ૧૩ બનાવ 12:30 PM IST
જંકશન રેલ્વે સ્ટેશનમાં અજાણ્યા વૃધ્ધનું મોત 12:31 PM IST
ગોંડલના રીબમા ંશ્રીમત સત્સંગિજીવન કથા પારાયણ 3:22 PM IST
અમૃત સાગર પાર્ટી પ્લોટમાં વિરપુરધામ બનાવાયુ 3:46 PM IST

સમાચાર રાજકોટ

























































