<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

રેસકોર્ષ પાર્ક નજીક દિવાળીની રાતે દૂકાન પર પથ્‍થરમારો, તોડફોડમાં પોલીસની કાર્યવાહી

કામીલ જુણાચ, અભિજીત પરમાર સામે પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્‍યોઃ સામે પક્ષે કામીલે પણ મહિલા સહિત ત્રણ વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરાવી હતી

રાજકોટ તા. ૧૩: એરપોર્ટ ફાટક નજીક રેસકોર્ષ પાર્ક ફલેટ નં. ૬૩માં રહેતાં ગુંજનબેન મનોજભાઇ ગણાત્રા (ઉ.વ.૨૭) નામના યુવતિ સહિતના ફાટક નજીક રાજકૃતિ એપાર્ટમેન્‍ટ પાસે આવેલી પોતાની મીરા મોબાઇલ નામની દૂકાન પાસે ફટાકડા ફોડતા હતાં ત્‍યારે અભીજીત પરમાર, કામીલ સંધી અને અજાણ્‍યાએ અહિ રોડ પર કેમ ફટાકડા ફોડો છો? કહી ઝઘડો કરી જતાં રહ્યા બાદ  ફરીથી આવીઅપશબ્‍દો બોલી મારામારી કરી દૂકાન ઉપર પથ્‍થરમારો કર્યો હતો. આ બનાવમાં અભીજીતે પોતે પીએસઆઇનો પુત્ર હોવાનું કહી માથાકુટ કર્યાની અને ગુંજનબેનની સાથેના સાહેદને મારકુટ પણ કરી હોવાની ફરિયાદ થઇ હતી. પ્ર.નગર પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ બનાવમાં વળતી ફરિયાદ પણ દાખલ થઇ હતી. જેમાં જામનગર રોડ પોલીસ હેડક્‍વાર્ટર આંગણવાડી સામે બ્‍લોક નં. ૨ ક્‍વાર્ટર નં. ૩૦માં રહેતાં કામીલ ઇમ્‍તિયાઝભાઇ જુણાચ (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી ગુંજનબેન, ધ્રુવ રાવલ અને ધ્રુવીલ રાવલ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. કામીલ પરિવાર સાથે રહે છે અને અભ્‍યાસ કરે છે. તેણે જણાવ્‍યું હતું કે દિવાળીની રાતે એકાદ વાગ્‍યે હું અને મારો મિત્ર અભીજીતસિંહ ધર્મેન્‍દ્રસિંહ પરમાર એક્‍ટીવા પર એરપોર્ટ ફાટક તરફ જતાં હતાં ત્‍યારે મારૂતિનગર રોડ મીરા મોબાઇલ પાસે રસ્‍તામાં કેટલાક લોકો ફટાકડા ફોડતાં હોઇ એક ફટાકડો મારા તરફ નાખતા મેં એકટીવા ઉભુ રાખી આ લોકોને સમજાવ્‍યા હતાં. ત્‍યારે મીરા મોબાઇલવાળા ગુંજનબેન પ્‍લાસ્‍ટીકનો પાઇપ લઇને આવ્‍યા હતાં અને મને મારવા જતાં મેં પાઇપ પકડી લીધો હતો.

બાદમાં તેની સાથેના ધ્રુવ અને ધ્રુવીલે આવી મને પકડી લઇ દુકાન નજીક ખુણામાં લઇ જઇ આડેધડ ઢીકાપાટુ માર્યા હતાં. બાદમાં ધ્રુવે હાથમાં રહેલી ચાવીથી મને ડાબા કાન પાછળ ઘા મારી ઇજા કરી હતી અને કહ્યું હતું કે આ તો ચાવી છે, બીજીવાર મળીશ તો મારી નાંખીશ. મારા મિત્ર અભીજીતસિંહે મને છોડાવતાં અને ત્‍યાંથી ભાગી ગયા હતાં. હું ગભરાઇ ગયો હોવાથી બીજા દિવસે ફરિયાદ કરી હતી. તેમ વધુમાં તેણે કહેતાં પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ એ. પી. રતન, હેડકોન્‍સ. એલ. એ. જતાપરાએ ગુનો નોંધ્‍યો હતો. માથાકુટના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં જે તસ્‍વીરમાં જોઇ શકાય છે.

(4:00 PM IST)