<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

શ્રી સર્વોત્તમ રાસોત્‍સવ સમિતિના ૪૦૦ સભ્‍યોનું સન્‍માન

રાજકોટમાં યુવા વૈષ્‍ણવાચાર્ય ગોસ્‍વામી પરાગકુમારજી મહોદયશ્રીના વરદહસ્‍તે : ધાર્મિક અને સાંસ્‍કૃતિક ઉત્‍સવો સનાતન સંસ્‍કૃતિને જીવંત રાખવાનું ઉત્તમ માધ્‍યમઃ પરાગકુમારજી મહોદયશ્રીએ સેવાભાવી વૈષ્‍ણવોને બિરદાવ્‍યા

રાજકોટઃ શ્રી સર્વોત્તમ સેવા સંસ્‍થાન જણાવે છે કે સંસ્‍થાન દ્વારા આયોજિત અને પરમ પૂજ્‍ય યુવા વૈષ્‍ણવાચાર્ય ગોસ્‍વામી શ્રીમાન પરાગકુમારજી મહોદયશ્રીના પાવન સાનિધ્‍યમાં શ્રી કૃષ્‍ણધામ હવેલી ખાતે ભવ્‍યતાપૂર્વક સંપન્ન થયેલા ‘શ્રી સર્વોત્તમ રાસોત્‍સવ' (નવવિલાસ)ની સફળતાને વધાવવા વિશેષ સન્‍માન સમારોહ યોજાયો હતો. રાસોત્‍સવને સફળ બનાવવા અથાગ પરિશ્રમ કરનાર સમિતિના અંદાજે ૪૦૦ જેટલા સેવાભાવી વૈષ્‍ણવ કાર્યકરોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે પૂજ્‍ય શ્રી પરાગકુમારજી મહોદયશ્રીએ ઉપસ્‍થિત વૈષ્‍ણવજનોને આશીર્વચન પાઠવતાં જણાવ્‍યું હતું કે ધાર્મિક અને સાંસ્‍કૃતિક ઉત્‍સવો આપણી સનાતન સંસ્‍કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનું ઉત્તમ માધ્‍યમ છે. સમાજ જ્‍યારે એક બનીને સેવાભાવથી આવા આયોજનો કરે છે, ત્‍યારે પરસ્‍પરની એકતા, ભક્‍તિભાવ અને સામાજિક સમરસતા વધુ મજબૂત બને છે.

પૂજ્‍ય આચાર્યશ્રીના વરદહસ્‍તે રાસોત્‍સવ સમિતિના આશરે ૪૦૦ કર્મઠ કાર્યકરોને શિલ્‍ડ તથા પ્રશસ્‍તિપત્ર અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સન્‍માનવિધિ બાદ ઉપસ્‍થિત વૈષ્‍ણવ પરિવારજનોએ પ્રસાદ (સ્‍નેહભોજન)નો લાભ લીધો હતો. આ પ્રસંગે શ્રી હરિભાઈ કણસાગરા, શ્રી નિર્મળાબેન તથા ક્રિષ્‍ના પાર્ક રિસોર્ટ પરિવારે વિશેષ સેવા આપી હતી.

આયોજનને સફળ બનાવવા શ્રી સર્વોત્તમ સેવા સંસ્‍થાનના પ્રમુખ શ્રી કમલેશભાઈ અઘેરા, સર્વોત્તમ રાસોત્‍સવ તથા શાખા નંબર-૧ના પ્રમુખ શ્રી કપિલ પરસાણીયા, શ્રી રઘુરાજભાઈ સિસોદિયા, શ્રી અનુકૂલભાઈ ટેટોળ, શ્રી કેવલભાઈ ગરચિયા, શ્રી અલ્‍પેશભાઈ નાબડિયા, શ્રી રિકિતભાઈ વાઘાણી, શ્રી કુમનભાઈ મોરી, શ્રી અશોકભાઈ ગરાળા, શ્રી પ્રમોદભાઈ લાડાણી તેમજ મહિલા સંગઠનના પ્રમુખ શ્રી દીપિકાબેન બરોયિયા સહિત મહિલા કાર્યકરો અને દાતાઓએ જહેમત ઉઠાવી હતી.

સંસ્‍થાન દ્વારા તમામ સહયોગીઓ, સેવાભાવી કાર્યકરો અને દાતાઓનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

શ્રી સર્વોત્તમ સેવા સંસ્‍થાનઃ શ્રી સર્વોત્તમ હવેલી, ૬/૮, અંબાજી કડવા પ્‍લોટ, પી.ડી.એમ. કોલેજ પાસે, ગોંડલ રોડ, રાજકોટ. સંપર્કઃ ૦૨૮૧ - ૨૩૮૮૬૭૮ / ૯૭૨૭૪ ૪૭૧૩૧.

(2:47 PM IST)