<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ઉમિયા ચોક પાસે હિમાલયનગરમાં કારખાનેદારનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

બેભાન હાલતમાં સ્‍લમ ક્‍વાર્ટરના ચંદગીરામનું મૃત્‍યુ

રાજકોટ તા. ૧૧: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું હતું. ઉમીયા ચોક પાસે હિમાલયનગરમાં રહેતાં ૫૪ વર્ષના કારખાનેદાર સુતા બાદ જાગ્‍યા જ નહોતાં.

જાણવા મળ્‍યા મુજબ ઉમીયા ચોક હિમાલયનગરમાં રહેતાં મુકેશભાઇ કરસનભાઇ વેકરીયા (ઉ.વ.૫૪) રાતે સુતા બાદ સવારે નહિ જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી છે. પોતે હાર્ડવેરનું કારખાનુ ચલાવતાં હતાં.

બીજા બનાવમાં રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં ચંદગીરામ મુસાઇ સહાની (ઉ.વ.૫૩) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:15 PM IST)