<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

શાપર-વેરાવળમાં બિસ્‍ટોલના રૂપિયા માંગતા દુકાનદારને છરી ઝીંકી દિધી

રાજકોટ તા.૧૩: શાપર-વેરાવળમાં બિસ્‍ટોલના રૂીપયા માંગતા દુકાનદારને એક શખ્‍સે છરી ઝીંકી દિધી હતી.

મળતી વિગતો મુજબ શાપર-વેરાવળમા ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે મારૂ પાનની દુકાન ધરાવતા વિજયભાઇ નાનુભાઇ મીર ઉ.વ.૨૧ રહે.હાલ વેરાવળ (શા) સર્વોદય હાઉસીંગ બોર્ડના કર્વાટરમાં બ્‍લોક નં.૧૧૨ એ આરોપી (૧) રાજકુમાર રહે.શીતળા મંદિર પારડી તા.લાધીકા સામે શાપર-વેરાવઇ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજ આરોપીએ ફરીયાદીની દુકાને વેફર્સ તથા કુરકુરીયા માંગેલ હોય અને કુરકુરીયા આપવા જતા નીચે પડી જતા આરોપી ફરીયાદીને ગાળો આપવા લાગેલ અને બાદમાં આરોપીએ બીસ્‍ટોલ માંગી બીસ્‍ટોલ લઈ પૈસા આપ્‍યા વગર ચાલતો થઈ ગયેલ અને તેની પાછળ ફરીયાદી પૈસા લેવા જઈ આરોપી પાસે બીસ્‍ટોલના પૈસા માગતા આરોપી એ પોતાના નેફામાંથી છરી કાઢી ફરીયાદીના માથામા કાન થી ઉપર મારી ઈજા  કરી હતી. આ ફરીયાદ અન્‍વયે શાપર-વેરાવળ પોલીસે આરોપી સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.

(4:12 PM IST)