<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

શ્રી શ્‍યામલાલજીની હવેલીમાં કાલે અન્નકૂટ મહોત્‍સવ દર્શન

રાજકોટ : સૌરાષ્‍ટ્રની અતિપ્રાચીન  હવેલીમાં  લાડલે લાલ શ્રી શ્‍યામલાલજી પ્રભુને આવતી કાલે તા. ૧૪ શનિવારે લાભ પાંચમના શુભદિવસે પ્રભુ  અન્નકોટ આરોગવા પધારશે. સવારે ૧૦  વાગે ગોવર્ધન પૂજાની ઝાંખી તેમજ અન્નકૂટ મહોત્‍સવના દર્શનની ઝાંખીનો સમય બપોરે ૪ વાગ્‍યેથી રાખેલ છે. સુખડીનો પ્રસાદ ૭ :૧૦ વાગે બટાશે. ભાવિકોએ લાભ લેવા મુખ્‍યાજી જયેશભાઈ હરિભાઈએ નિમંત્રણ પાઠવેલ છે. સ્‍થળઃ  શ્રી શ્‍યામલાલજીની હવેલી (જૂની સદરની હવેલી), પંચનાથ મંદિર મેઇન રોડ, જય સીયારામ પેંડાવાળાની સામે, રાજકોટ. મો. ૮૫૧૧૭૬૩૭૬૩

(4:15 PM IST)