તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
કલારિયા (સૈયદ) ગામે અનવરમિયા બાપુનો ઉર્ષ

રાજકોટઃકલારિયા (સૈયદ) ગામ ખાતે હઝરત પીર સૈયદ અનવરમિયા મોતીમિયા બાપુ (અનુ બાપુ)ના ઉર્ષ શરીફ નિમિત્તે તા. ૧૬ અને ૧૭ ના આયોજન કરવામાં આવ્યું છે. સોમવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે ગુસલ શરીફી, મંગળવારના રોજ બપોરે ૨:૩૦ કલાકે સંદલ શરીફ, સાંજે ૭:૩૦ કલાકે મગરીબની નમાઝ બાદ ન્યાઝ શરીફ અને રાત્રે ૯:૩૦ કલાકે જલ્સા-એ-કવ્વાલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સદાકત સાબરી કવ્વાલ કવ્વાલીની મહેફિલને શણગારશે.આ સમગ્ર આયોજનમાં રાજકોટના મુરીદા આમંત્રક તરીકે ં રઝાક (નવાબ), રફીકભાઈ મોવર, અનિસ સોઢા, માહિર અને રૂહાન દ્વારા તમામ અકીદતમંદોનું સ્વાગત કરવામાં આવ્યું છે.
(3:52 PM IST)










