તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
દિવાળીના તહેવારો રાજકોટ એસટીને ફળ્યાઃ મુસાફરોનો જબરો ધસારોઃ ત્રણ દિવસમાં રાા કરોડની આવક
ગોધરા, પંચમહાલ, ઝાલોદ, દાહોદ, અમદાવાદ, વડોદરા તરફ વધુ એકસ્ટ્રા બસો દોડાવાઇ

રાજકોટ, તા., ૧૩ : દિવાળીના તહેવારો દરમિયાન રાજકોટ એસટી વિભાગને મુસાફરોના ભારે ધસારાને કારણે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટ સહિત વિભાગના વિવિધ ડેપોમાંથી વધારાની બસો દોડાવવામાં આવી હતી. ખાસ કરીને ગોધરા, પંચમહાલ, ઝાલોદ, દાહોદ, અમદાવાદ અને વડોદરા તરફ મુસાફરોનો ધસારો રહ્યો હતો.
વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર તા. ૪ નવેમ્બરે રૂા. ૭૪ લાખ, તા. ૫ નવેમ્બરે રૂા. ૭૭ લાખ અને તા. ૬ નવેમ્બરે રૂા. ૮૫ લાખથી વધુની આવક નોંધાઈ હતી. આમ ત્રણ દિવસમાં જ રૂા. ૨.૩૬ કરોડથી વધુ આવક થઈ હતી. એક જ દિવસમાં ૨,૨૦૦ થી વધુ ટ્રીપો દોડાવવામાં આવી હોવાના અહેવાલ છે. રાજકોટમાં કામ કરતા પંચમહાલ અને ગોધરા વિસ્તારના શ્રમિકો પોતાના વતન જવા નીકળતાં બસોમાં ખાસ ભીડ જોવા મળી હતી.
સોમનાથ, દ્વારકા સહિતનાં યાત્રાધામો તરફ પણ મુસાફરોની અવરજવર વધી છે. તહેવારો બાદ પરત ફરતા મુસાફરો માટે વધારાની બસોનું સંચાલન મહત્ત્વનું બન્યું છે.
(1:11 PM IST)










