<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

રીબડા પાસે વાહન અકસ્‍માતમાં ઘવાયેલા ચોરડીના રોહિતનું મોત

બાર દિવસ પહેલા કારની ઠોકરે બાઇક ચડી ગયું હતું

રાજકોટ તા. ૧૧: રીબડા ચોકડી પાસે ઇનોવાની ઠોકરે બાઇક ચડી જતાં ગોંડલના ચોરડી ગામના બે યુવાન ફંગોળાઇ ગયા હતાં. જેમાં એકનું મોત થયું હતું. જાણવા મળ્‍યા મુજબ ચોરડી ગામે રહેતો રોહિતભાઇ પ્રવિણભાઇ અદિપરા (ઉ.વ.૨૫) અને શ્‍યામભાઇ શીયાળ (ઉ.વ.૨૮) તા. ૧/૧૧ના બપોરે બાઇક પર બેસી રાજકોટ તરફ આવતાં હતાં ત્‍યારે રીબડા ચોકડીએ કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન આજે રોહિતનું મૃત્‍યુ થયું હતું. તે બે ભાઇમાં મોટો છે. તેના પિતા હયાત નથી. પોતે કંપનીમાં નોકરી કરતો હતો અને અપરિણીત હતો. રોહિતને નવુ એક્‍ટીવા લેવું હોઇ જેથી બંને રાજકોટ આવી રહ્યા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:01 PM IST)