તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
જંગલેશ્વરમાં રોશનબેન અમરેલીયાનો આપઘાત
પરિવારજનો સવારે જાગ્યા ત્યારે લટકતા દેખાતા હોસ્પિટલમાં ખસેડયા પણ જીવ ન બચ્યોઃ પીએસઆઇ પી. બી. વારોતરીયાએ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૩: જંગલેશ્વર શેરી નં. ૪માં રહેતાં મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. જાણવા મળ્યા મુજબ જંગલેશ્વર-૪માં રહેતાં રોશનબેન સુલતાનભાઇ અમરેલીયા (ઉ.વ.૫૨) નામના મહિલાએ ગુરૂવારે સવારે ઘરે દોરી બાંધી દેહ લટકાવી દીધો હતો. સવારે પરિવારજનો જાગ્યા ત્યારે રોશનબેન લટકતા મળતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના એએસઆઇ કે. જે. પરમારે કરતાં ભક્તિનગર પીએસઆઇ પી. બી. વારોતરીયાએ હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર રોશનબેન પતિ, પુત્ર, પુત્રવધૂ સાથે રહેતાં હતાં. પરિવારજનો હાલમાં આપઘાતનું કોઇ કારણ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી હતી.
(12:25 PM IST)










