<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ભાટીયા બોર્ડીંગના મેદાનમાં ‘જય જલારામ... જય જલીયાણ' નો નાદ ગુંજશે

શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૨૭ વર્ષથી શ્રી જલારામ જયંતિ મહોત્‍સવનું આયોજન ભાવિકો માટે બુંદી, ગાઠીયા, રોટલી, રોટલા, ખીચડી, કઢી, બટેટાનું શાક, સંભારો સહિતની વાનગીઓનો પ્રસાદ : જલાબાપાના ભકિત ગીત સંગીતની રમઝટ જામશે

૨૨૭મી જલારામ જયંતિનો કાર્યક્રમ ૧૬-૧૧-૨૦૨૬ અન્‍નકૂટ દર્શન : સાંજે ૬ મહાઆરતી : સાંજે ૬:૩૦ મહાપ્રસાદ : સાંજે ૭ થી સ્‍થળ : ભાટીયા બોર્ડીંગ ગ્રાઉન્‍ડ, ૧૫ જંકશન પ્‍લોટ, રાજુ ગેસ્‍ટ હાઉસ સામે રાજકોટ. 

રાજકોટ : ૨૨૭મી જલારામ જયંતિ નિમિતે શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા મહાપ્રસાદ કાર્યક્રમનું તા. ૧૬ નવેમ્‍બર સોમવારે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો છે. છેલ્લા ૨૭ વર્ષોથી સંસ્‍થાના સર્વ શ્રી જગદીશભાઈ ભોજાણી, ભરતભાઈ કોટક, હેમુભાઈ પરમાર, રાકેશભાઈ પોપટ, મનોજભાઈ લાલ, પરાગ કોટક, અશ્વિન બુદ્ધદેવ, કાનાભાઈ માણેક, તેજાભાઈ સાકરીયાના નેજા હેઠળ છેલ્લા ૨૭ વર્ષથી ભાટીયા બોર્ડીંગના વિશાળ ગ્રાઉન્‍ડમાં મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન થાય છે. રાજકોટના મેયર સ્‍વ.જનકભાઈ કોટક હંમેશ આયોજનમાં સાથે રહ્યાનું ટ્રસ્‍ટની યાદી જણાવે છે. આશરે ૧૫૦૦૦ જલારામ બાપાના ભકતો પ્રસાદ લ્‍યે છે. ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વ્‍યવસ્‍થા રાખવામાં આવે છે.

પ્રસાદમાં મીઠી બુંદી, ગાંઠીયા, રોટલી, રોટલા, ખીચડી, કઢી, બટેટાનું શાક, સંભારો, છાસ, પાણી સાથે જલારામ બાપાના ભકિત સંગીતની રમઝટ બોલે છે. આ પ્રસંગ માટે દાતાઓ સર્વશ્રી અમીચંદભાઈ હીંગવારા, હસુભાઈ મહાલક્ષ્મી ગરમ મસાલાવાળા, અશોકભાઈ ભુપતાણી, ગાયત્રી ડેરી ફાર્મ તેજાભાઈ સાકરીયા, બાબુભાઈ વૈષ્‍ણવ (સદ્દગુરૂ ડેરી), અનિલભાઈ કોટક, પ્રભુદાસ રાજવીર, કિશોરભાઈ કોટક, રાજુભાઈ પોબારૂ, નયન ગાંગાણી, નીરવ વસાણી, જીજ્ઞેશ સોઢા, પ્રકાશ રાજા, હસુભાઈ રાચ્‍છ, ગુલાબરાય મજીઠીયા, વર્ષાબેન કક્કડ, જતીન જલારામ પ્રેસ, જયેશભાઈ રાજુભાઈ દરીયાનાણી), ભરતમામા, મયુર રાજદેવ, સચીનભાઈ ઠક્કર, પ્રફુલાબેન અમલાણી, હસુભાઈ દલાલ, અલ્‍પેશ, ચંદ્રકાંતભાઈ, મગારામ, રમેશભાઈ, જીતુભાઈ પાંધી, કેતન રાજા, દાદાજી ડ્રાયફ્રુટ, જલારામ બેકરી, હરેશ દાવડાનો સાથ મળતો રહ્યો છે.

મંડપ સર્વિસ સેવા : શંકર મંડપ સર્વિસ, ટેકુભાઈ, નંદુભાઈ.

લાઈટ ડેકોરેશન સેવા : રાજુભાઈ

સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ સેવા : ગીરીશભાઈ ગણાત્રા વસંત પબ્‍લીસીટી

ફોટોગ્રાફી સેવા : અલ્‍પેશ બીપીન ભટ્ટી, સંજય જીવરાજાણી

છાશ માટે ઘોરવુ સેવા : ગાયત્રી ડેરી ફાર્મ તેજાભાઈ સાકરીયા

ભાટીયા બોર્ડીંગ ટ્રસ્‍ટી મંડળમાં છેલ્લા ૨૭ વર્ષથી ગ્રાઉન્‍ડ લાઈટ, પાણીની સેવા નિઃશુલ્‍ક આપે છે તેમ જણાવાયુ છે.

સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ સર્વ શ્રી પન્‍નાલાલભાઈ ઉદેશી, ધીરેન્‍દ્રભાઈ સંપટ, ચંદ્રેશભાઈ આશર, નીલેશભાઈ આશર, પરેશભાઈ આશર અને ભરતભાઈ આશર તથા ટ્રસ્‍ટી મંડળ સેવા આપે છે.

કાર્યકર્તાઓ શ્રીની ટીમમાં જનુકાકા, પ્રફુલ કારીયા, શરદ કારીયા, રસીક વાંજા, જય કોટેચા, કૃણાલ પરમાર, હાર્દિક પરમાર, જે. કે. પોપટ, હર્ષદભાઈ કોટક, ગોરભનભાઈ કોટક (મંત્રી શ્રી), રીતેશભાઈ, શૈલેષભાઈ, લાલાભાઈ, ગોપીમંડળ, સંજયભાઈ દવે, ધનેષ જીવરાજાણી, અજય મજેઠીયા, તેજસ પારેખ, રવિલાલ, પલાભાઈ, રાજેશ કારીયા, સુરેશભાઈ રાઠોડ, વૈભવ, મનીષ રાણા, વિનય મરાઠી, તુષાર ચંદારાણા, મહિલા મોરચો (વોર્ડ નં.૩), હર્ષ સાવંત, નિલેષ બુંદેલા, સચિન પંડયા, બોલબાલા ટ્રસ્‍ટ, રાજુભાઈ લાબેલા, નીખીલ પાંધી, પીન્‍ટુ માણેક.

(3:37 PM IST)